રાત્રીના સમયે શાકભાજી હરરાજીના વેપારીઓ ગંદકી કરતા હોવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
ધ્રાંગધ્રા શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે આવેલા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકી જોવા મળે છે. આ સરકારી લાઇબ્રેરી ખાતે યુવાનો અને વૃધ્ધો મોટી સંખ્યામાં અભ્યાસ અને વાંચન કરવા માટે આવતા હોય છે પરંતુ લાઇબ્રેરીની બહાર ગંદકી અને કચરો હોવાના લીધે અહીં આવતા વાચકપ્રિય વર્ગો લાઇબ્રેરી ખાતે આવવામાં ખચકાટ અનુભવે છે જ્યારે લાઇબ્રેરીના સત્તાધીશો દ્વારા અનેક વખત આ મામલે વોર્ડના સફાઈ કર્મચારી, પટ્ટાવાળા અને સેનીટેશન વિભાગ ખાતે સફાઈ રાખવા ફરિયાદ પણ કરી છે પરંતુ રજૂઆત કર્યા બાદ એકાદ બે દિવસ સફાઈ રાખવામાં આવે છે.
- Advertisement -
જે બાદ પંદર દિવસે માંડ એકાદ વખત સફાઈ થાય છે ત્યારે બીજી તરફ વહેલી સવારે અહીં શાકમાર્કેટની હોલસેલ બજાર ભરાય છે જેમાં શાકભાજીના વેપારીઓ પણ કચરો જાહેરમાં ઠાલવી રહ્યા હોવાનું સામે આવ્યું છે જોકે નગરપાલિકા તંત્ર દ્વારા શાકભાજીના વેપારીઓને વારંવાર કચરો જાહેરમાં નહીં નાખવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે છતાં વેપારીઓ કચરો ઠાલવી રહ્યા છે જેની સામે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી અને અંતે સરકારી લાઇબ્રેરીમાં વાંચન માટે આવતા વાચકવર્ગને અસ્વચ્છતાનો ભોગ બનવું પડે છે.



