ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
પોલીસ કમિશનર બ્રીજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર સજનસિંહ પરમાર ઝોન-1 તથા ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર જે. બી. ગઢવીની સુચના મુજબ સુરક્ષા સેતુ અંતર્ગત હાલના ભાગદોડવાળા વ્યસ્ત જીવનમાં પોલીસ કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા ન હોય જે અંતર્ગત પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણીના ભાગરૂપે ગીરીરાજ હોસ્પિટલ કુવાડવાના સહયોગ દ્વારા મેનેજિંગ ડીરેકટર ગૌરવ ઠક્કર તથા તેમની ટીમના ડોકટર અને સ્ટાફ દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા કર્મચારી તેમજ એરપોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ હાજર રહી શારીરિક તપાસણી કરાવવામાં આવી હતી.