મોબાઇલ નંગ 11 જેની કિ.રૂ. 1,59,587ના મુદ્દામાલ સાથે PSI SR. વળવીની ટીમે આરોપીને પકડી પાડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા આર.એસ.બારીઆ સાહેબ (ઉત્તર વિભાગ) રાજકોટ નાઓની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમા બનતી ચોરીઓની ઘટનાઓ અટકાવવા તેમજ થયેલ ચોરીઓનુ ડીટેક્શન કરવા સારૂ સુચના થઇ આવેલ હોય અને રાજકોટ શહેર કુવાડવા રોડ પો.સ્ટે વિસ્તારમા આવેલ જય મુરલીધર ટ્રાન્સપોટ્ના ગોડાઉનમાં રહેલ ઓનલાઇન શોપીંગ કંપની ફ્લીપકાર્ટના કુલ- 16 મોબાઇલ ડીવાઇસની કી.રૂ. 3,58, 411/- વાળાની ચોરી થયેલ હોય જે બાબતે અત્રેના પો.સ્ટે ગુન્હો દાખલ થયેલ હોય અને સદરહુ ગુન્હાનુ મુદામાલ સાથે ડીટેકશન કરવા સારૂ પો.સ્ટેના પોલીસ સ્ટાફને અમો પોલીસ ઇન્સપેક્ટર બી.ટી અકબરી નાઓએ સુચના જે અનુસંધાને પો.સબ.ઇન્સ એસ.આર વળવી તથા પો.કોન્સ જયદિપભાઇ નટવરલાલ લાઠીયા તથા લોકરક્ષક નિલેશભાઇ રમેશભાઇ જમોડ સહીતના સ્ટાફના માણસો મોબાઇલ ચોરીની તપાસમા રોકાયેલ હતા તે દરમ્યાન ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ ની મદદથી ચોરી કરેલા મોબાઇલોના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.