અલગ-અલગ જગ્યાએ રેઈડો કરી કુલ રૂા. 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
ભીમ અગિયારસના તહેવાર ઉપર ગંજીપત્તાના પાના પડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતાં અલગ અલગ જગ્યાએ રેઈડો કરી કુલ રૂા. 50,180 મુદ્દામાલ સાથે 10 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કુવાડવા રોડ પોલીસે કરી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર સજનસિંહ પરમાર સહિતનાઓની સુચના મુજબ ભીમ અગિયારસના તહેવાર અનુસંધાને ગઈકાલે ડી સ્ટાફ પો.સ.ઈ. એમ. જે. વરુ તથા પોલીસ સ્ટાફના માણસો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન પેટ્રોલીંગ ફરતાં ફરતાં પો.હે.કો. અરવિંદભાઈ ડી. મકવાણા તથા પો.કો. જયપાલભાઈ બરાળીયા તથા જયદીપભાઈ ધોળકીયાનાઓને મળેલ સંયુક્ત હકીકત આધારેથી બેડી ગામ ચામુંડા સોસાયટીના છેડે જીગાભાઈ વાઘજીભાઈના મકાનની સામે ખુલ્લી શેરીમાં જાહેરમાં તથા પો.હે.કો. ધર્મેન્દ્રસિંહ વી. પરમાર તથા પો.કો. ધર્મરાજસિંહ રાણા તથા સંજયભાઈ મિયાત્રાનાઓને મળેલ સંયુક્ત હકિકત આધારેથી કુવાડવા ગામ રાધે હોટલવાળી શેરીમાં નટુભાઈ શીવાભાઈ બાહુકીયાના મકાનની બાજુમાં ખુલ્લી શેરીમાં એવી રીતે બે અલગ અલગ જગ્યાઓ પર રેઈડો કરી ગંજીપાનાનો તિનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતાં કુલ 10 ઈસમોને કુલ મુદ્દામાલ રૂા. 50,180 સાથે મળી આવતા કુવાડવા રોડ પો.સ્ટે. લાવી મજકુર ઈસમો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જુગાર રમતાં આરોપીઓ દલસુખભાઈ બાબુભાઈ બહુકીયા (ઉ.વ.43), હિતેશભાઈ ઉર્ફે જીતેશભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.37), મહેશભાઈ રાણાભાઈ વડેચા (ઉ.વ.23), જયસુખભાઈ ગોપાલભાઈ નાગાણી (ઉ.વ.28), શીવાભાઈ જીવણભાઈ વડેચા (ઉ.વ.50), તથા વિજય ઉર્ફે વિક્રમ પ્રવીણભાઈ બાહુકીયા (ઉ.વ.27), દિનેશ ઉર્ફે ચોટલી ભગાભાઈ અંબાણીયા (ઉ.વ.58), કમલેશ ઉર્ફે મુનો ઓધવજીભાઈ બાહુકીયા (ઉ.વ.46), પ્રતાપભાઈ ઓધવજીભાઈ બાહુકીયા (ઉ.વ.43) અને જીતેન્દ્રભાઈ નટુભાઈ બાહુકીયા (ઉ.વ.24)ને ગંજીપત્તાના પાના નંગ 104 તથા રોકડા રૂપિયા તથા અલગ અલગ મોબાઈલ ફોન સહિત કુલ કિં. રૂા. 50,180 સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.