પાણીદાર ધારાસભ્ય કાંધલ જાડેજાની પાણીદાર રજૂઆત સફળ રહી
ખાસ-ખબર ન્યૂઝ કુતિયાણા, તા.18
- Advertisement -
કુતિયાણા શહેરના લોકો પીવાના પાણીના પ્રશ્ને હેરાન પરેશાન થતા હોવાથી ધારાસભ્ય જિલ્લા કલેકટર બાદ પ્રાંત અધિકારી સાથે યોજી બેઠક જામજોધપુરના મહુકી પંમ્પિંગ સ્ટેશનમાંથી અપાશે જળ પોરબંદરના કુતિયાણા શહેરમાં પીવાના પાણીની તીવ્ર તંગી ઊભી થઈ હતી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેથી ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ કલેકટર બાદ પ્રાંત અધિકારી સાથે બેઠક યોજીને આ પ્રશ્ર્નનો કાયમી નિરાકરણ કરાવ્યું છે ત્યારે દરરોજ 30 લાખ લિટર નર્મદાના નીર અપાસે તેવી જાહેરાત કરવામાં આવી છે.
કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ માહિતી આપતા જણાવ્યું હતું કે કુતિયાણા શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ર્ન ગંભીર બન્યો હતો અને લોકો દ્વારા તેમને ફરિયાદ મળી હતી તેથી આ અંગે સૌ પ્રથમ તેમણે પોરબંદરના કલેકટર કે.ડી. લાખાણી સાથે બેઠક યોજીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરી હતી અને ત્યારબાદ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ની રજૂઆત અનુસંધાને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં પાણીના પ્રશ્ર્નો અંગે પ્રાંત અધિકારી મામલતદાર અને ચીફ ઓફિસર સાથે મિટિંગમાં કુતિયાણા શહેર ને જામજોધપુર ના મહિકી પમ્પિંગ સ્ટેશનમાંથી કાયમી 30 લાખ લીટર નર્મદાનું પાણી કુતિયાણા શહેરને મળી રહે તે માટેની સફર રજૂઆતથી હવે કુતિયાણા નું પાણી પ્રશ્ન કાયમી ધોરણે હાલ થઈ ગયો છે.