આજની મેચ: બપોરે 3 કલાકે : સોરઠ લાયન્સ દ/ત ગોહિલવાડ ગ્લેડિએટર્સ, સાંજે 7 કલાકે : ઝાલાવાડ રોયલ્સ દ/ત હાલાર હિરોઝ
કચ્છ વોરિયર્સે 20 ઓવરમાં 5 વિકેટે 151 રન બનાવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આયોજિત સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન -3 નો ગઈકાલે બીજો મેચ કચ્છ વોરિયર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે રમાયો હતો જેમાં કચ્છ વોરિયર્સની 30 રનથી જીત થઈ છે. કચ્છ વોરિયર્સે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કચ્છ વોરિયર્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. આર્યનદેવસિંહ ઝાલાએ 28 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. પાર્શ્ર્વરાજ રાણાએ 22 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા. સમર્થ વ્યાસ અને કેવિન જીવરાજાનીએ 23-23 રન બનાવ્યા હતા.
સુકાની ચિરાગ જાની, સુરેશ પડિયાચી, કરણ સુચક અને જય ચૌહાણે 1-1 વિકેટ લીધી હતી. સોરઠ લાયન્સે 19.4 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થયા. કેપ્ટન ચિરાગ જાનીએ 63 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. તરંગ ગોહેલે 16 રન કર્યા.અંશ ગોસાઇએ 15 રન બનાવ્યા હતા. કુશાંગ પટેલે 3.4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. ધર્માદિત્ય ગોહિલે 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજા, લકીરાજ વાઘેલા, પાર્શ્ર્વરાજ રાણા અને જ્યોત છાયાએ 1-1 વિકેટ લીધી હતી. કચ્છ 30 રનથી મેચ જીતી.