વચગાળાના PM માટે આર્મી અને Gen-Zની વાતચીત ચાલું: સુશીલા કાર્કીના
નામ પર સહમતિ ન થયાનો દાવો: અત્યાર સુધીમાં 31 લોકોના મોત, 1000 ઘાયલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
નેપાળના કાઠમંડુમાં થયેલી હિંસા બાદ ગુરુવારે પરિસ્થિતિ ક્ધટ્રોલમાં છે. તેમ છતાં, સેનાએ સાવચેતીના પગલા તરીકે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કર્ફ્યુ ચાલુ રાખ્યો છે.
આ દરમિયાન, દેશમાં વચગાળાની સરકાર બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે. આ અંગે ૠયક્ષ-ણ અને અધિકારીઓ વચ્ચે બીજા તબક્કાની વાતચીત સવારે 10:30 વાગ્યે આર્મી હેડક્વાર્ટર ખાતે શરૂ થઈ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુલમાન ઘીસિંગ, જેમને નેપાળના લાઈટ મેન કહેવામાં આવે છે, તેઓ પીએમ પદની રેસમાં આગળ છે. તેમજ, સુશીલા કાર્કીના નામ પર હજુ સુધી કોઈ સર્વસંમતિ થઈ નથી. અંતિમ નિર્ણય હજુ લેવાનો બાકી છે. અહીં હિંસામાં અત્યાર સુધીમાં 31 લોકો માર્યા ગયા છે જ્યારે એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. બુધવારે સાંજે, વાટાઘાટોના પહેલા રાઉન્ડમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. સેનાએ તમામ પક્ષો અને નેતાઓને પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું.
ૠયક્ષ-ણ નેતા અનિલ બાનિયાએ કહ્યું, ‘અમે આ આંદોલન શરૂ કર્યું કારણ કે અમે વૃદ્ધ નેતાઓથી કંટાળી ગયા હતા.’ અમે શાંતિપૂર્ણ વિરોધ માટે અપીલ કરી હતી, તે રાજકીય કાર્યકરો હતા જેમણે આગચંપી અને તોડફોડ કરી હતી.
ૠયક્ષ-ણ નેતાઓએ ઓનલાઈન સર્વે દ્વારા સુશીલા કાર્કીને મત આપ્યો. અમે બંધારણ બદલવાનો પ્રયાસ કરી રહ્યા નથી, પરંતુ તેમાં જરૂરી ફેરફારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે 6 મહિનાની અંદર ચૂંટણી લડીશું.
નેપાળ પોલીસે વિરોધ પ્રદર્શન દરમિયાન ભાગી ગયેલા 1455 ફરાર કેદીઓને પકડ્યા
નેપાળ પોલીસે દેશભરની જેલમાંથી ભાગી ગયેલા 14,507 કેદીઓમાંથી 1,455ને ફરીથી પકડી લીધા છે. પોલીસ પ્રવક્તા અને ડીઆઈજી બિનોદ ઘિમિરેના જણાવ્યા અનુસાર, આ કેદીઓ જનરલ-ઝેડ વિરોધ પ્રદર્શન દરમિયાન જેલ તોડીને અને આગ લગાવીને ભાગી ગયા હતા. જોકે, 12,852 કેદીઓ હજુ પણ ફરાર છે. આ ઉપરાંત, 573 કેદીઓ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા છે.



