ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભાવનગર રોડ ઉપર સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતા અવધભાઈ શ્યામભાઈ મકવાણા બે દિવસ પૂર્વે ચંપકનગરકા રાજા ગણપતિ મહોત્સવમાં પત્ની અને દસ માસના પુત્ર માલવ સાથે દર્શન કરવા ગયા હતા દરમિયાન અજાણ્યા શખ્સે ઝોંટ મારી પુત્રએ હાથમાં પહેરેલી 80 હજારની કિંમતની સોનાની કડલીની ચીલઝડપ કરી નાસી જતા આ ચીલઝડપ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન પીઆઇ એસ એસ રાણે સહિતના સ્ટાફે ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
ત્યારે સ્ટાફના નરેશભાઈ ચાવડા અને વિશ્વજીતસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે કુબલિયાપરામાં રહેતા શિવમ ઉર્ફે કમલેશ રાજેશભાઈ પરમાર ઉ.22ને દબોચી લઇ તેની પાસેથી સોનાની કડલી કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.