સર ગામમાં વસંતપંચમીના શુભ દિવસે સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન
નવદંપતિને સંતો મહંતો અને સમાજના મહાનુભાવો આશીર્વચન આપશે
- Advertisement -
દીકરીઓને સોના-ચાંદી સહિતની 72 વસ્તુનો કરિયાવર અને પુસ્તક સેટ ભેટ આપવામાં આવશે
સમૂહલગ્નમાં 23 જાન્યુઆરીએ બપોરના 11 કલાકે મહાપ્રસાદનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા ક્ષત્રિય નાડોદા રાજપુત સમાજ દ્વારા સમાજહિત અને દીકરીઓના સુખમય ભવિષ્ય માટે સતત 28માં વર્ષે સમૂહલગ્નોત્સવનું ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રાજકોટ જિલ્લા નાડોદા રાજપુત સેવા સમાજ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આ સમૂહલગ્નોત્સવ 23 જાન્યુઆરી, શુક્રવારના રોજ વસંતપંચમીના વણ જોયા અને અતિ શુભ મુહૂર્તે યોજવામાં આવશે.
આ વર્ષે રાજકોટ તાલુકાના સર ગામ મુકામે યોજાનાર આ સમૂહલગ્નોત્સવ સમાજ માટે ગૌરવસભર અને પ્રેરણાદાયક બની રહેશે. આ સમૂહલગ્નમાં સમાજની 13 દીકરીઓના લગ્ન એક અનોખી સરપ્રાઇઝ થીમ આધારિત આયોજન કરવામાં આવ્યુ છે. આ સમૂહલગ્નોત્સવમાં સંતો, મહંતો તેમજ સમાજના આગેવાનોની હાજરીમાં નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવશે. સમૂહલગ્નોત્સવ દરમિયાન ધાર્મિક વિધિઓ સાથે સાથે મહાપ્રસાદનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના તમામ સભ્યો અને આમંત્રિત મહેમાનો સહભાગી બનશે.
સમાજની દીકરીઓને આ પ્રસંગે વિશેષ અને સમૃદ્ધ કરીયાવર આપવામાં આવશે. જેમાં સોનાનો ચૂડલો, ચાંદીના કંગન, સોનાનો દાણો, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી ક્યારો, વુડન કબાટ, બેડ સેટ, કટલેરી સેટ સહિત જીવન માટે જરૂરી કુલ 72 જેટલી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દીકરીઓને પુસ્તક સેટ ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્નોત્સવમાં સમાજના પ્રેરક અને માર્ગદર્શક વડીલો, અગ્રણીઓ, આદરણીય માતાઓ, ખમીરવંતા અને કર્મનિષ્ઠ યુવાનો-યુવતીઓ તેમજ સમાજના સભ્યો અને મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. 28માં સમૂહલગ્નોત્સવ માટે જગ્યા સેવા સ્વ. ચનાભાઇ રામજીભાઇ કટારીયા પરિવાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમુહ લગ્નને સફળ બનાવવા માટે અધ્યક્ષ ગોવિંદભાઇ ચાવડા, પ્રમુખ બકુલસિંહ સિંધવ, ઉપપ્રમુખ સુરૂભા ચાવડા, મંત્રી બળદેવસિંહ ડોડીયા, ભુપતસિંહ વણોલ, ચંદ્રસિંહ ડોડીયા, અનિલસિંહ સિંધવ, સંજયસિંહ ડોડ, સંજ્યસિંહ ચાવડા, વનરાજસિંહ ડોડ, જગદિશસિંહ ડાભી, મુકેશસિંહ કટારીયા, વિજયસિંહ જાદવ, મનીષસિંહ સિંધવ, કમલેશસિંહ જાદવ, દશરથસિંહ વણોલ, કાનભા ડાભી, ભરતસિંહ સિંધવ અને વિપુલસિંહ ચાવડા સહિતના સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં રહી છે. આ સમૂહલગ્નોત્સવ સમાજની એકતા, સેવા અને સંસ્કારનું ઉત્તમ પ્રતિબિંબ બનશે.



