ખાસ-ખબર સંવાદદાતા
કૃતિ સેનને હવે ફિલ્મ પ્રોડયૂસર તરીકે પણ કારકિર્દી શરુ કરી છે. તેણે બ્લૂ બટરફલાય ફિલ્મ્સ નામની પ્રોડક્શન કંપની ચાલુ કરી છે. આ બેનર હેઠળ તે સૌ પ્રથમ ’ દો પત્તી’ નામની ફિલ્મ બનાવશે. તેમાં તેની સાથે બીજી હિરોઈન તરીકે કાજોલ હશે. કૃતિએ ખુદ સોશિયલ મીડિયા પોસ્ટ પર આ ફિલ્મની ઘોષણા કરી હતી. કાજોલે પણ આ જાહેરાત શેર કરી હતી. કૃતિ અને કાજોલ અગાઉ ’દિલવાલે’ ફિલ્મમાં સ્ક્રીન શેર કરી ચૂક્યાં છે.
આમ તેઓ એકસાથે હોય તેવી આ બીજી ફિલ્મ હશે. લેખિકા કનિકા ધિલ્લોન આ ફિલ્મનું લેખન કાર્ય કરશે. કનિકા ફિલ્મની સહ નિર્માતા પણ છે. દેખીતી રીતે જ ફિમેલ સેન્ટ્રિક વાર્તા ધરાવતી આ ફિલ્મ માત્ર ઓટીટી પર જ રીલીઝ કરવામાં આવશે. બોલીવૂડમાં હાલની એકથી વધુ હિરોઈન ફિલ્મ નિર્માણમાં ડગ માંડી ચુકી છે. આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા , દીપિકા પાદુકોણ સહિતની હિરોઈનો ફિલ્મ નિર્માણ કરી ચુકી છે કે પછી સહ નિર્માતા તરીકે જોડાઈ ચુકી છે.