ભગવાન કૃષ્ણની જીવનશૈલી જ આપણા માટે પ્રેરણાદાયી છે પણ કૃષ્ણ તો નવરાત્રીમાં પણ હાજરાહજૂર છે.
– ખુશાલી બરછા
એમની ગોપીઓ સાથેની ‘રાસલીલા’ આજે પણ relevant છે કારણકે એ આત્મા – પરમાત્માના અનન્ય સંબંધનું પ્રતીક છે. આજે ‘what goes around, comes around’ની ઉક્તિ પ્રચલિત છે પણ એના બીજ ભગવાન કૃષ્ણએ આજથી 5,000 વર્ષો પહેલા ભગવદ્દગીતામાં વાવેલા.
- Advertisement -
તેમણે કહેલું કે, ’કર્મની ગતિ અતિ ગહન છે.’ જેવું વાવીએ, તેવું લણીએ. આ સતત ચાલતી વર્તુળાકાર પ્રોસેસ છે. કૃષ્ણએ સાંખ્યયોગમાં ભાર દઈને કહેલું કે, ’હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ.’ આ શ્લોકમાં ફરીફરીને મળવાની આશા જીવંત છે. બધી આત્માઓ, આમ, સતત ગરબે ઘૂમે છે , મતલબ કે, જન્મ લે છે અને મૃત્યુ પણ પામે છે – અને વચ્ચે પ્રગટ સ્વરૂપે એકબીજાને મળે છે. વિભૂતિયોગમાં કૃષ્ણ જગતના તમામ શ્રેષ્ઠ પદાર્થોમાં પોતાની હાજરી છે એવું જણાવે છે અને કહે છે કે, બધાના આદિ, મધ્ય અને અંત એ પોતે જ છે. Generator, operator અને destroyer એટલે God એમ કહેવાય છે. આ બ્રહ્માંડમાં, આ રીતે એનો ‘રાસ’ eternal છે અને રહેશે.