મેન ઓફ ધ મેચ રાહુલ ત્રિપાઠીના 37 બોલમાં 71 રન : એઈડન માર્કરમના 36 બોલમાં અણનમ 68 રન
રાહુલ ત્રિપાઠીના 37 બોલમાં 71 અને માર્કરામના 36 બોલમાં અણનમ 68 રનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે 13 બોલ બાકી હતા, ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. માર્કરામે કમિન્સની ઈનિંગની 18મી ઓવરમાં ત્રીજા બોલે ચોગ્ગો અને ત્યાર બાદ ઉપરાઉપરી બે છગ્ગા ફટકારીને હૈદરાબાદને જીતાડયું હતુ. 176ના ટાર્ગેટને હૈદરાબાદે 17.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. જીતવા માટેના 176ના ટાર્ગેટનો પીછો કરતાં હૈદરાબાદે ઓપનરોને 39 રન સુધી ગુમાવ્યા હતા. જોકે ત્રિપાઠી-માર્કરામે 54 બોલમાં 94 રનની ભાગીદારી કરી બાજી પલ્ટી હતી. આખરે માર્કરામ-પૂરણે 21 બોલમાં અણનમ 43 રનની ભાગીદારી કરતાં ટીમને જીતાડી હતી.


