પૂરને અણનમ 87 રન બનાવ્યા, રિંકુ-રહાણેની લડાયક ઇનિંગ કામ ન આવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ પર 4 રનથી રોમાંચક જીત નોંધાવી છે. કોલકાતાની તેના હોમ ગ્રાઉન્ડ પર આ સતત બીજી જીત છે. ટીમને પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.મંગળવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે 239 રનના ટાર્ગેટને ચેઝ કરતા કોલકાતાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 234 રન જ બનાવી શકી. રિંકુ સિંહ 15 બોલમાં 38 રન બનાવીને અણનમ રહ્યો. કેપ્ટન અજિંક્ય રહાણેએ 61 અને વેંકટેશ અય્યરે 45 રન બનાવ્યા. બંનેએ 40 બોલમાં 71 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી તૂટતાં કોલકાતાની ટીમ તૂટી ગઈ. આકાશ દીપ અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ લીધી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટે 238 રન બનાવ્યા. નિકોલસ પૂરન 36 બોલમાં 87 રન બનાવીને અણનમ રહ્યો. મિચેલ માર્શે 81 રનની અડધી સદી ફટકારી હતી. એડન માર્કરમે 47 રન બનાવ્યા. ઊંઊંછ તરફથી હર્ષિત રાણાએ 2 વિકેટ લીધી. આન્દ્રે રસેલે એક વિકેટ લીધી.