કર્ણાટક સરકારે રિપોર્ટ સોંપ્યો, RCBને જવાબદાર ઠેરવી: કહ્યું- જો કાર્યક્રમ રદ થાત તો હુલ્લડો ફાટી નીકળ્યા હોત
ખાસ-ખબર ન્યૂઝ બેંગલુરુ
- Advertisement -
બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (છઈઇ)ની વિક્ટ્રી પરેડ દરમિયાન થયેલી નાસભાગ અંગે કર્ણાટક સરકારનો રિપોર્ટ ગુરુવારે બહાર પડ્યો હતો. રિપોર્ટમાં અકસ્માત માટે છઈઇને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. તેમાં કોહલીનો પણ ઉલ્લેખ છે. કર્ણાટક સરકારે કહ્યું છે કે ચિન્નાસ્વામી ખાતે યોજાયેલ વિક્ટ્રી પરેડ માટે છઈઇએ સરકાર પાસેથી કોઈ મંજૂરી લીધી ન હતી. મોટી ભીડને કારણે નાસભાગ મચી ગઈ જેમાં 11 લોકોનાં મોત થયાં અને 50 લોકો ઘાયલ થયા. જોકે, સરકારે એમ પણ કહ્યું હતું કે આ કાર્યક્રમ અચાનક રદ્દ કરવાથી શહેરમાં હિંસા ભડકી શકે છે અને કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. સરકારે 15 જુલાઈના રોજ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જોકે સરકારે કોર્ટને કહ્યું હતું કે તેઓ રિપોર્ટ ગુપ્ત રાખવા માગે છે, પરંતુ કોર્ટે કહ્યું કે આવી ગુપ્તતા માટે કોઈ કાનૂની આધાર નથી.
RCBએ વિક્ટ્રી પરેડની મંજૂરી લીધી નહોતી, પોલીસની સલાહ લીધા વિના જાહેર આમંત્રણ
રિપોર્ટ અનુસાર, 18 વર્ષ પછી ટીમે ઈંઙકનો ખિતાબ જીત્યા બાદ 3 જૂને છઈઇએ પોલીસને વિક્ટ્રી પરેડ વિશે માહિતી આપી હતી, પરંતુ આ માહિતી મંજૂરી માંગવાને બદલે માત્ર માહિતી હતી. જ્યારે કાયદા હેઠળ, આવા કાર્યક્રમો માટે ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ મંજૂરી લેવી જરૂરી છે. છઈઇએ ઑફિશિયલ મંજૂરી માટે અરજી કરી ન હતી. પોલીસને ભીડના કદ, વ્યવસ્થા અથવા સંભવિત સમસ્યાઓ વિશે જાણ કરી ન હતી, તેથી મંજૂરી આપવામાં આવી ન હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે છઈઇએ 4 જૂને સવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર મફત પ્રવેશની જાહેરાત કરી દીધી હતી અને લોકોને વિધાનસભાથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધીની વિક્ટ્રી પરેડમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.