ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર મોટું નિવેદન આપ્યું છે. આ દિગ્ગજ કહે છે કે તે 20 મિનિટમાં વિરાટ કોહલીની કમજોરીને દૂર કરી શકે છે.
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ બેટ્સમેનમાંથી એક વિરાટ કોહલી આ સમયે પોતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. કોહલીનું ખરાબ ફોર્મ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં ટીમનો ભાગ રહેલો કોહલી એક વખત પણ મોટી ઇનિંગ્સ રમવામાં સફળ ન હતો રહ્યો હતો. તેના આ ખરાબ ફોર્મ પર ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેને ઈંગ્લેન્ડ શ્રેણી બાદ મોટું નિવેદન આપ્યું છે. આ દિગ્ગજ કહે છે કે તે આ ખરાબ સમયમાં કોહલીની મદદ કરવા તૈયાર છે.
- Advertisement -
વિરાટની સમસ્યા 20 મિનિટમાં થઈ જશે દૂર
વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ આ સમયે દરેક ભારતીય ચાહકો માટે ચિંતાનો વિષય છે. ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ કોહલીના ફોર્મને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હવે આ યાદીમાં ભારતના દિગ્ગજ સુનીલ ગાવસ્કરનું નામ પણ જોડાઈ ગયું છે. સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે તેમને વિરાટ કોહલીની માત્ર 20 મિનિટની જરૂર છે. જેથી તેઓ જે મુદ્દા સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેના વિશે વાત કરી શકે.
ગાવસ્કરે આપ્યું આ મોટુ નિવેદન
વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી બાદ લગભગ એક મહિના માટે બ્રેક પર છે. આ વચ્ચે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતી વખતે સુનીલ ગાવસ્કરે વિરાટ વિશે કહ્યું- ‘જો મારી પાસે વિરાટ સાથે લગભગ 20 મિનિટ હોત, તો હું વિરાટને કહી શક્યો હોત કે તેણે શું કરવું પડશે. તે તેમને મદદ કરી શકે છે. હું એમ નથી કહેતો કે શેનાથી તેમને મદદ મળશે. પરંતુ તે ખાસ કરીને તે ઑફ-સ્ટમ્પના સંદર્ભમાં હોઈ શકે છે. જો મને તેની સાથે 20 મિનિટ મળે, તો હું તેને કહી શકું.’
ઓફ સ્ટમ્પ વિરાટની સૌથી મોટી કમજોરી
વિરાટ કોહલી ઈંગ્લેન્ડના પ્રવાસમાં ઓફ-સ્ટમ્પની બહાર જતા બોલ પર ખૂબ જ પરેશાન દેખાયો અને વારંવાર આઉટ થયો. તેથી જ સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે જો કોહલી અને તેની વચ્ચે 20 મિનિટ વાત થાય તો તે ચોક્કસપણે ઓફ સ્ટમ્પની બહાર બોલને રમવાની સમસ્યાને દૂર કરી શકે છે.