પાકિસ્તાન જેલમાં અનેક માછીમારો બંધ છે અને ઘણા માછીમારનું મૃત્યુ પણ નિપજ્યું છે.ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના નાનાવાડા ગામના વધુ એક માછીમારનું અંદાજે 22 દિવસ અગાઉ મૃત્યુ નીપજ્યું હતું.જેના મૃતદેહને અતીરા બોર્ડર ખાતેથી રિસીવ કરી બાય એર અમદાવાદ અને ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે માદરે વતન લાવવામાં આવ્યો હતો.જ્યાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો અને લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.નોંધનીય છે કે હજુ પણ 200 થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદમાં હોવાનું જાણવા મળ્યું છે તેમને પર વહેલી તકે માદરે વતન લાવવામાં આવે તેવી માછીમાર પરિવારોમાં માંગ ઉઠી છે.
કોડિનારના નાનાવાડાના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ, મૃતદેહને માદરે વતન ખાતે લઇ જવાતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
Follow US
Find US on Social Medias