ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 સપ્ટેમ્બર 2022ના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણીનાં ભાગરૂપે ગુજરાતના કોબા ગાંધીનગર ખાતે નારી શક્તિ વંદના સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની મનીષાબેન વાળાને રમતગમત ક્ષેત્રે સન્માન પત્ર અને એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા.
કિક બોક્સિંગમાં સારી એવી નામના મેળવનાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાત તરફથી પ્રથમ દીકરી તરીકે પ્રતિનિધિત્વ કરેલ મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનાં પ્રાચીબેન જગદીશભાઈ વાળાનાં પુત્રી મનીષાબેન વાળાએ સ્પોર્ટ ક્ષેત્રે નાની વયે મોટી સિધ્ધી મેળવી ગુજરાત તેમજ ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.