ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર તાલુકામાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – કોડીનાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 840 ખેડૂતોએ હાજર રહેલ આ રવિ કૃષિ મેળા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ પરમાર, એ.પી.એમ.સીના ચેરમેન સુભાષભાઈ ડોડીયા, ભરતભાઈ મોરાસિયા, અમુભાઈ વાજા, જીલ્લા ખેતીવાડી અધિાકારી લાલવાણી, મામલતદાર રાદડીયા, તાલુકા વિકાસ અધિકારી બગથરીયા, સિનિયર આસિસ્ટન્ટ જીતેન્દ્ર સિંઘ, બાગાયત અધિકારી ગલથીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો.
કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી પધારેલ વિષય નિષ્ણાતો દ્વારા મિલેટ પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ તેમજ પ્રાકૃતિક ખેતી વિષયક વિવિધ માહિતી આપવામાં આવી હતી.ઉપરાંત મિલેટ ધાન્યોનું માનવ આહાર અને શરીરમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું.ત્યારબાદ બહોળી સંખ્યામાં પધારેલ ખેડૂતોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલનાં લાઇવ ટેલિકાસ્ટ કાર્યક્રમને નિહાળ્યો હતો અને ત્યારબાદ આત્મા દ્વારા બેસ્ટ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનની રાશિ અને પ્રમાણ પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
,