કોડીનાર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સમાજના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ રીતે પ્રયત્નશીલ યુવાઓ સામાજિક ઉત્કર્ષ હેતુથી સતત અને નિરંતર કાર્યશીલ યુવાઓ સમાજના આર્થિક વિકાસ માટે બેંકિંગ અને ઉધોગ ક્ષેત્રે સમાજ ગતિ કરે માટે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ કાર્યરત ધ ભારતીય બહુજન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ગુજરાત રાજ્ય ગાંધીનગર બીબીસી સોસાયટીની બીજી સામાન્ય સભામાં હાજરી આપી હતી. બીબીસીના સંશોધક સ્થાપક અને સ્ટેટ ચેરમેન દિલીપભાઈ મૌર્યના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર મુકામે બેઠક મળી હતી. જેમાં રાજ્યભરમાથી અનેક મહાનુભાવો તેમજ બેંકિંગ અને ઉધોગ ક્ષેત્રે સંકળાયેલા હોદેદારો, પદાધીકારીઓ અને અધિકારીઓ તેમજ વિવિધ સંસ્થા અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમળ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના પ્રતિનિધિ અને બીએસકેસી આઇએએસ સ્ટડી સેન્ટરના રાજેશ સોલંકી અને હિતેશ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતા ત્યાં તેમનું સામાજિક કાર્ય અને સમાજના આર્થિક ઉત્કર્ષની અને રોજગારી નિર્માણની કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહિલાઓના 50% પ્રતિનિધિત્વ સાથે કાર્ય કરતી અને સમાજના દરેક વર્ગનું સપ્રમાણ પ્રતિનિધિત્વ ધરાવતી બીબીસી સોસાયટી રાજ્ય લેવલે તેમજ રાષ્ટ્રીય લેવલે ખૂબ જ અગત્યની સંસ્થા છે.
કોડીનાર અનુસૂચિત જાતિ સમાજના પ્રતિનિધિઓનું ગાંધીનગર ખાતે સન્માન
Follow US
Find US on Social Medias