મશરૂમ ઉછેર, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજતાં તાલીમાર્થીઓ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
આ તાલીમમાં પણાંદર, સાંઢણીધાર, પાલડી, મોરડીયા, ગોહિલની ખાણ, ધ્રામણવા, ગાભા, સિંધાજ, નવાગામ, ઈચવડ, કોડીનાર, માલશ્રમ, બાંટવા અને પ્રશ્નાવડા તેમજ કોડીનાર, સુત્રાપાડા, ઉના, તાલાલા તથા જૂનાગઢના 31 તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાપીના મશરૂમ વિષયક તજજ્ઞ અને 30 વર્ષનો મશરૂમ ઉછેર તથા માર્કેટિંગનો અનુભવ ધરાવતાં ડો. ચેતન મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ખાસ કરીને મશરૂમની ખેતી એટલે કે પ્રેક્ટિકલ જ્ઞાન તથા માર્કેટિંગ સ્ટ્રેટેજી ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. તાલીમાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક બે દિવસ હાજર રહી તાલીમ પૂર્ણ કરી હતી.