ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.23
‘વિશ્વ મધમાખી દિવસ’ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા ફાઉન્ડેશન અને કૃષિ વિકાસ સહકારી સમિતિ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના એફ.પી.ઓએ સંયુક્ત રીતે ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી. વેરાવળ તાલુકાના ચમોડા ગામ ખાતે જેઠાભાઈ રામના મધુવન મધમાખી ફાર્મ ખાતે ‘વિશ્વ મધમાખી દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથના સીનિયર સાયન્ટીસ્ટ અને હેડ જીતેન્દ્રસિંહ, પાક સંરક્ષણના વિષય નિષ્ણાત શ્રી રમેશ રાઠોડ, બાગાયત વિભાગના અધિકારીઓ, એફ.પી.ઓ.ના શ્રી નયન સોલંકી, જગદીશ જોટવા તથા અન્ય સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં મધમાખી, મધઉછેર અને નારીયેળીની ખેતી વિશે ઉપસ્થિત સર્વે ખેડૂતોને સવિસ્તાર માહિતી આપવામાંઆવીહતી.