ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામની રેલ્વે સ્ટેશન વિસ્તાર ખેતરમાં કામ કરતા મહિલા પર દિપડાએ અચાનક હુમલો કર્યો ત્યારબાદ મહિલા સાથે રહેલા અન્ય વ્યક્તિઓ દ્વારા દીપડાના ચંગુલમાંથી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી, ઘાંટવડ ગામ રેલ્વે સ્ટેશન વિસ્તાર માં ભૂપત ભાઇ પીપળી વાળા ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરી રહેલ આદિવાસી મહિલા ને દીપડા એ અચાનક પાછળથી આવી જીવલેણ હુમલો કર્યો હતો,દીપડાએ મહિલા પર હુમલો કરતા આસપાસ રહેલા લોકોએ આ મહિલાને દીપડા નો શીકાર બનતા બચાવી હતી, ઇજાગ્રસ્ત મહિલાને કોડીનાર સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં આગળ ખસેડવામાં આવી હતી, બનાવમાં મહિલાને હાથ ના ભાગે તેમ જ બરડાના ભાગે ઇજાઓ પહોંચી હતી ઘાંટવડ તથા આજુ બાજુ ખેત વિસ્તારમાં વારંવાર માનવીઓ પર દીપડાના હુમલાથી ખેડૂતો ભયભીત બન્યા છે.સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર વન વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.