જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલની જીવન પર ઊંડી અસર માનવામાં આવે છે. જ્યારે એક જ રાશિમાં બે કે તેથી વધુ ગ્રહો એકબીજાની ખૂબ જ નજીક આવે છે અને તેમની શક્તિ લગભગ સમાન હોય છે, ત્યારે તે પરિસ્થિતિને ગ્રહ યુદ્ધ કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિને શુભ માનવામાં નથી આવતી. કારણ કે, તેનાથી ગ્રહો પોતાની સકારાત્મક શક્તિ ગુમાવવા લાગે છે અને સકારાત્મક પરિણામો આપવામાં નબળા પડી જાય છે. દ્રિક પંચાંગ પ્રમાણે 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 સુધી લગભગ 2.5 દિવસ સુધી બુધ અને શુક્ર વચ્ચે યુદ્ધની સ્થિતિ બની શકે છે. તેની અસર તમામ રાશિઓ પર કોઈને કોઈ રૂપે પડી શકે છે, પરંતુ કેટલીક રાશિઓએ આ સમય દરમિયાન વધુ સાવધાની રાખવાની જરૂર પડશે.
કર્ક રાશિ
- Advertisement -
કર્ક રાશિના જાતકો માટે આ સમય ભાવનાત્મક રીતે થોડો મુશ્કેલ રહી શકે છે. ઘર-પરિવાર અને જીવનસાથી સાથે સબંધિત મામલે ગેરસમજ ઊભી થઈ શકે છે, તેથી વાતચીતમાં સંયમ રાખવો જરૂરી છે. ધન-સપંત્તિ સાથે સબંધિત નિર્ણયો સમજી-વિચારીને લેવા. 28 જાન્યુઆરી બાદ બુધ અને શુક્રની પરસ્પર ટક્કરની પ્રેમ અને સંબંધો પર અસર પડી શકે છે.
તુલા રાશિ
જાન્યુઆરી 2026માં તુલા રાશિના જાતકોને નિર્ણય લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારું મન સતત મૂંઝવણમાં રહેશે, જેના કારણે સંબંધોમાં તણાવ પણ આવી શકે છે. 28 જાન્યુઆરી બાદ બુધ-શુક્રનું ગ્રહ-યુદ્ધ મિત્રતા અને પ્રેમ સંબંધિત બાબતોમાં મૂંઝવણ વધારી શકે છે. આ સમય દરમિયાન રોકાણ અથવા યાત્રા સંબંધિત નિર્ણયો મુલતવી રાખવું શ્રેષ્ઠ રહેશે. ધ્યાન અને સાધનાથી મનને સ્થિર રાખી શકાય છે.
- Advertisement -
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ સમય દરમિયાન માનસિક દબાણ રહેશે. પારિવારિક જવાબદારીઓ અને ભાવનાત્મક બાબતો તમને પરેશાન કરી શકે છે. 28 જાન્યુઆરી બાદ થનારું ગ્રહ-યુદ્ધ પ્રેમ, સુંદરતા અને સંબંધો અંગે ભ્રમની સ્થિતિ ઊભી કરી શકે છે. નવા કામ, રોકાણો અથવા યાત્રામાં ઉતાવળ ટાળવી જરૂરી છે. નિયમિત ધ્યાન અને મંત્રોનો જાપ તમારા મનને સંતુલિત કરવામાં મદદ કરશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ સમય ઉતાર-ચઢાવથી ભરેલો રહી શકે છે. ઘરે અને પ્રેમ સંબંધોમાં નાની-નાની બાબતો પર વિવાદ થઈ શકે છે. 28 જાન્યુઆરી બાદ બુધ અને શુક્રની ટક્કર તમારા વિચાર અને નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. કોઈપણ નવી યોજનાઓ પર આગળ વધતા પહેલા વિચારવું જરૂરી છે. ધ્યાન, સાધના અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમને સકારાત્મક રહેવામાં મદદ કરશે.




