માર્કો રુબિયોએ પહલગામ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
જમ્મુ – કશ્મીરના પહાલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવો વધતાં નજર આવે છે. તેવામાં અમેરિકના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મધ્યરાત્રીએ ફોન પર વાત કરી હતી. અમેરિકી વિદેશમંત્રીના પ્રવક્તા ટૈમી બ્રુસે પ્રસારિત કરેલ માહિતી અનુસાર આજે (01-05-25) અડધી રાતે માર્કો રુબિયોએ એસ જયશંકર સાથે વાર્તાલાપ કર્યો અને ઘટના અંગે દુખ પણ વ્યક્ત કર્યું. પીડિતો અને પરિવારજનો પ્રત્યે સંવેદના દર્શાવી. આ ઉપરાંત તેમણે આતંકવાદને માત દેવામાં ભારતની પડખે અમેરિકા ઊભું છે તેવું સમર્થન આપ્યું. બીજી બાજુ તેમણે બંને દેશોને તણાવ ઓછો કરી, દક્ષિણ એશિયામાં શાંતિ જાળવવા અપીલ પણ કરી છે.
- Advertisement -
ભારત ‘ભડકાઉ નિવેદનો’ ન આપે: શાહબાઝ શરીફ
અહીં અન્ય તરફ, પાકિસ્તાન દ્વારા બહાર પડેલી પ્રેસ રિલીઝ મુજબ શાહબાઝ શરીફે વાતચીત દરમિયાન માર્કો રુબિયોને કહેલું કે ભારત ઉશ્કેરણીના પ્રયાસો કરી રહ્યું છે. પહલગામ ઘટનાનો આરોપ પાકિસ્તાન પર મૂકવો મિથ્યા છે. આ ઉપરાંત નિષ્પક્ષ તપાસની પણ માંગની પણ કરી છે. શાહબાઝ શરીફે અમેરિકાને કહ્યું કે તે (અમેરિકા) ભારતને ‘ભડકાઉ નિવેદનો’ આપવાથી રોકે, તો તણાવ આછો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે NOTAM (એરમેનને નોટિસ) જારી કરીને, ભારતે પાકિસ્તાન દ્વારા નોંધાયેલા, સંચાલિત અથવા ભાડે લીધેલા તમામ વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, જેમાં વાણિજ્યિક અને લશ્કરી બંને ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ ૩૦ એપ્રિલથી ૨૩ મે ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.