ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિ માટે લાવવામાં આવેલા કાસ્ટના લાકડા અને મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે
ગુજરાતની બીજા નંબર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિ માટે લાવવામાં આવેલા કાસ્ટના લાકડા અને મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીનું મંદિર નહોતુ તે પહેલાથી શહેરમાં રથયાત્રા નીકળતી હતી.
- Advertisement -
ભાવનગરના સુભાષનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી
ભાવનગરના સુભાષનગરનો વિસ્તાર ૪૦ વર્ષ પહેલા હાલ છે એટલો વિકસિત નહોતો પણ ભગવાન જગન્નાથજીનું મંદિર અને ત્યાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક બીજાના પૂરક બની ગયા છે. સુભાષનગરમાં ૧૯૭૧માં બજરંગદાસ બાપ્પાના હસ્તે ભગવાનેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યુ હતું. બાદમાં મંદિર પરિસરમાં જ ૧૯૯૪માં ભગવાન જગન્નાથજીનું શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીનું મંદિર નહોતુ તે પહેલાથી શહેરમાં રથયાત્રા નીકળતી હતી, ભગવાન જગન્નાથજીનું મંદિર અલગ હોવું જોઈએ તેવી ઈચ્છા શક્તિને લઇને સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિરમાં જગન્નાથજી મંદિર માટે ખાસ જગ્યા ફાળવવામાં આવી હતી અને જગ્ગનાથજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.
ગુજરાતની બીજા નંબરની રથયાત્રા
- Advertisement -
ભાવનગરના સુભાષનગરમાં મંદિરનું નિર્માણ થતા નવી મૂર્તિઓ લાવવાનું આયોજન થયું હતું. આમ તો જગન્નાથપુરીએ રથયાત્રાનું ઉદભવ સ્થાન છે. ભાવનગર રથયાત્રાના આયોજકો જગન્નાથપુરી જઈ ત્યાંથી કાસ્ટનું લાકડુ પસંદ કરી તેમાંથી ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાની મૂર્તિ બનાવવામાં આવી હતી. અને તેમાં ઈશ્વરીય પ્રાણ પૂરતા આજે આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી, ભગવાનેશ્વેર મહાદેવ અને અંબાજી માતાનું મંદિર આવેલું છે. મંદિરે દરેક ધાર્મિક પ્રસંગોને ઉત્સાહભેર ઉજવવવામાં આવે છે.
ભગવાનજીના તમામ પર સદાય આશીર્વાદ રહે છે
ભાવનગર શહેરમાં આવેલુ જગ્ગનાથજીનું મંદિર પહેલા ગામના છેવાડે હતું. સમય જતા શહેરનો વિકાસ થયો એટલે આ મંદિર પરિસર હવે શહેરની મધ્ય આવી ગયું છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા આવે છે. મંદિરનુ અને વિશાળ પરિસર અને આરસ પહાણનું કોતરણી કામ મંદિરે આવતા લોકોના મનને શાતા આપે છે. મંદિરમાં સ્થિત મૂર્તિઓને દરેક ઋતુ પ્રમાણે વસ્ત્રો પહેરાવી સુંદર શ્રુંગાર કરવામાં આવે છે. ભાવનગરમાં આવેલા જગન્નાથજીના મંદિરે બહેનો ધાર્મિક મંડળ ચલાવે છે. મંદિર સવાર સાંજ બહેનો સત્સંગ કરે છે. રથયાત્રાના આગમન પહેલા બહેનો ભગવાન જગન્નાથને વહેલા પધારવા રોજ ભજનો કરે છે જેમાં મોટી સંખ્યામાં બહેનો સત્સંગમાં જોડાય છે. મંદિર પરિસરમાં આવેલા દરેક મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો પોતાની શ્રદ્ધા આસ્થાથી મનોકામના વ્યક્ત કરે છે. અને ભગવાનજીના તમામ પર સદાય આશીર્વાદ રહે છે.




