દક્ષિણ કોરિયાના વિરોધ પક્ષના અગ્રણી નેતા લી જે-મ્યુંગ પર જાહેરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. લોકોની ભીડ વચ્ચે હુમલાખોરે તેના ગળા પર ચાકુ મારી દીધું હતું.
આ હુમલો બુસાનમાં થયો જ્યારે લી જે-મ્યુંગ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. સ્થળ પર હાજર લોકોએ હુમલાખોરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.દક્ષિણ કોરિયાના મુખ્ય વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના અગ્રણી નેતા લી જે-મ્યુંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈને જમીન પર પડી ગયા હતા.
- Advertisement -
માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, લી જે-મ્યુંગ બુસાનમાં પ્રસ્તાવિત એરપોર્ટની મુલાકાત લેવા ગયા ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટના બાદ લી જે-મ્યુંગ જમીન પર પડી ગયો. તેની ગરદનમાંથી લોહી નીકળવા લાગ્યું. તેને રોકવા માટે ગળામાં રૂમાલ બાંધવામાં આવ્યો હતો.
સ્થળ પર હાજર લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં તેની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લી જે-મ્યુંગ હાલમાં હોશમાં છે. બીજી તરફ પોલીસ હુમલાખોરની પૂછપરછ કરી રહી છે. હાલમાં હુમલાખોરની ઓળખ જાહેર કરવામાં આવી નથી.