પરંપરાગત મહાશિવરાત્રીના મેળામાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પરીવારનો ભાવિક સેવાકેમ્પ
તારીખ 6/7/8 માર્ચ ત્રીદિવસીય ભજન ભોજન અને ભક્તિનો સંગમ
ભવનાથ તળેટીમાં આસોપાલવમાં વિશાળ સમિયાણો તૈયાર
વિશ્ર્વપ્રસિદ્ધ ગીરીનગર જૂનાગઢ માં મહાશિવરાત્રી ના પરંપરાગત મેળાનો આરંભ થનાર છે ત્યારે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પરીવાર દ્વારા ત્રીદિવસીય “શિવોત્સવ “નું આયોજન કરવામાં આવ્યું છે તેની તૈયારીઓ પૂરજોશ માં ચાલી રહી છે
જૂનાગઢ ના ભવનાથ તળેટી માં મહાશિવરાત્રી ના મહાપર્વ અંતર્ગત પરંપરાગત મેળા માં લાખો ભાવિકો આવે છે ત્યારે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા ભવનાથ તળેટી માંજ મહાશિવરાત્રીના આ પાવનકારી પર્વ માંઆસોપાલવના ગ્રાઉન્ડ માં તારીખ 6/7/8માર્ચ એમ ત્રણ દિવસ ના શિવોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે મેળા માં આવતા ભાવિકો માટે ભજન ભોજન અને ભક્તિ ના ત્રિવેણી સંગમ રૂપ આ શિવોત્સવ માં ભાવિકો ભોજનસેવા અને રાત્રે સંતવાણી માં નામાંકિત કલાકારો ભજન અને લોકસાહિત્ય ની જમાવટ અહીં થશે. જૂનાગઢ ની આ તીર્થનગરી માં મહાશિવરાત્રી પર્વે ભવનાથ ના સાનિધ્ય ઉતારા અને સેવા કેમ્પ નો ધમધમાટ હશે ત્યારે આસોપાલવ ના આ ત્રીદીવસીય શિવોત્સવ માં સાધુ સંતો મહંત કથાકાર સહીત પધારશે તો મેળા માં આવનારા તમામ ભાવિકો ને ભજન ભોજન નો લાભ લેવા કીર્તિદાન ગઢવી પરીવાર એ નિમંત્રણ પાઠવ્યું છે.
- Advertisement -
જે તળેટીમાં ભજન ગાયા ત્યાં જ સેવાનો સંકલ્પ
જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી આમ તો પ્રતિવર્ષે મહાશિવરાત્રી ના મેળા માં અલગ અલગ ઉતારા સેવા કેમ્પ માંજઈ રાતભર ભજન સહીત રજૂ કરતા હતા આજ ભવનાથ ની તળેટી માં ભાવિકો ને લોકસંગીત માં રસતરબોળ કરતા હતા આજ ભૂમિ આજ તળેટી કીર્તિદાન ગઢવી ભજન ભોજન સાથે સેવાકેમ્પ કરવાનો સંકલ્પ લીધો ને ભવનાથ માં જ શિવોત્સવ ની ગત વર્ષે શરૂઆત કરી સંકલ્પ સાર્થક કર્યો અને આ વર્ષે પણ શિવોત્સવ દ્વારા ભજન ભોજન અને ભક્તિ નો સેવાયજ્ઞ યથાવત રાખ્યો છે.