દિલ્હી હાઈકોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં એમને કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અંગે નિર્ણય કરીને બંધારણને હાઈજેક કર્યું છે.’
દેશની અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયાને લઈને તાજેતરમાં કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે જે સંઘરસ ચાલી રહ્યો હતો એ ધીરે ધીરે વધી રહ્યો છે, અ દરમિયાન કાયદા પ્રધાન કિરેન રિજિજુએ રવિવારે દિલ્હી હાઈકોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં એમને કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અંગે નિર્ણય કરીને બંધારણને હાઈજેક કર્યું છે.’
- Advertisement -
જનતા પ્રતિનિધિઓના માધ્યમથી પોતે શાસન કરે છે
જણાવી દઈએ કે કાયદા મંત્રી રિજિજુએ દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જજ આરએસ સોઢીના ઈન્ટરવ્યુનો વીડિયો શેર કરતા જજના અવાજ વિશે કહ્યું હતું, એમને લખ્યું હતું કે, “ભારતીય લોકશાહીની વાસ્તવિક સુંદરતા તેની સફળતા છે અને જનતા તેમના પ્રતિનિધિઓના માધ્યમથી પોતે શાસન કરે છે. આ સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે કાયદાઓ બનાવે છે. આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર છે પણ આપણું બંધારણ સર્વોચ્ચ છે.”
Actually majority of the people have similar sane views. It's only those people who disregard the provisions of the Constitution and mandate of the people think that they are above the Constitution of India.
— Kiren Rijiju (@KirenRijiju) January 22, 2023
- Advertisement -
શું કહ્યું હતું નિવૃત્ત જજે?
“જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે ન્યાયાધીશોની નિમણૂકને લઈને એક સિસ્ટમ હતી, એક આખું પ્રકરણ હતું, જે લોકો કહેતા કે આ સિસ્ટમ ગેરબંધારણીય છે એ જ લોકો બંધારણમાં સુધારાની વાત કરી શકે છે. આ સુધારો તો સંસદ જ કરશે પણ સુપ્રીમ કોર્ટે બંધારણને જ હાઈજેક કરી લીધું છે અને એમને કહ્યું કે અમે પોતાની જ નિમણૂક કરીશું અને તેમાં સરકારનો કોઈ હાથ નહીં હોય.”
‘સુપ્રીમ કોર્ટ પર આધીન નથી ‘હાઈકોર્ટ’
આ બધા વચ્ચે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા વિશે વાત કરતાં નિવૃત્ત જજે એમ પણ કહ્યું હતું કે , “હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ હેઠળ આવતી નથી. હાઇકોર્ટ દરેક રાજ્યની સ્વતંત્ર સંસ્થા છે અને હાઈકોર્ટના ન્યાયાધીશ કોર્ટની નિમણૂક સુપ્રીમ કોર્ટના જજ દ્વારા કરવામાં આવે છે. સાથે જ સુપ્રીમ કોર્ટના જજ પોતાની નિમણૂક કરતા હોય છે.આવી સ્થિતિમાં હાઈકોર્ટના ન્યાયાધીશો રાજ્યમાં પોતાને સ્વતંત્ર માની બેઠા હોય છે તે સુપ્રીમ કોર્ટ તરફ જોવા લાગે છે. સુપ્રીમ કોર્ટને જેને જ્યાં મોકલવા હોય ત્યાં ટ્રાન્સફર કરી દે છે અને ટ્રાન્સફરની આવી પ્રક્રિયાથી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટને ગૌણ બની જાય છે, જે આપણા બંધારણે ક્યારેય કહ્યું નથી. સુપ્રીમ કોર્ટ તેની રીતે સુપ્રીમ છે અને હાઇ કોર્ટ તેની રીતે સુપ્રીમ છે પણ હવે હાઈકોર્ટના બધા જજ સુપ્રીમ કોર્ટની પાછળ પૂંછડી હલાવે છે શું આ સારી વાત છે?”
‘સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ડેડલોકની સ્થિતિ’
આ સાથે જ નિવૃત્ત જજ એ કહ્યું હતું કે “આપણે સમજવું જોઈએ કે કાયદો બનાવવામાં સંસદ સર્વોચ્ચ છે કે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે? મારા મત મુજબ સુપ્રીમ કોર્ટ કાયદો બનાવી શકતી નથી અને તેને કોઈ અધિકાર નથી. જો આમ જ સુપ્રીમ કોર્ટ કાયદો બનાવી લે તો પછી સંસદની જરૂર નથી. ન્યાયાધીશોની નિમણૂકને લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ડેડલોકજેવી સ્થિતિ છે. બંને એકબીજાને સર્વોચ્ચ બનાવવામાં લાગી રહ્યા છે તો તેનો ઉકેલ કેવી રીતે આવશે. પણ હંમેશા એ વાત યાદ રાખો કે સુપ્રીમ કોર્ટ લોકો દ્વારા ચૂંટાતી નથી એટલે તે સર્વોચ્ચ ન હોઈ શકે.”