રેડ રીબોન એન્ટરટેઇન્ટમેન્ટ પ્રા. લી કંપની કર્યો હતો કોપીરાઇટનો કેસ
‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત કેસમાં સિવિલ કોર્ટમાં કિંજલની જીત
ખાસ-ખબર સંવાદદાતા
લાંબા સમય સુધી ચર્ચામાં રહેલા ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ કેસમાં સિંગર કિંજલ દવેને મોટી રાહત મળી છે. જેમાં ગુજરાતી ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી કેસમાં સિંગર કિંજલ દવેને અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, જે સાથે જ કિંજલ દવે હવે આ ગીત ગાઈ શકશે.
આ અંગેની માહિતી અનુસાર, ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઇટના હક્કો તેઓ (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી)એ કોઈ કાર્તિક પટેલ પાસેથી ખરીદેલા છે અને તે ગીતના કોપીરાઇટના હક્કો તેઓની (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી.) પાસે છે અને તે ગીત તેમની રજા પરવાનગી વગર કિંજલ દવે કે અન્ય કોઈપણ વ્યક્તિ ગાઈ શકે નહીં કે કોઈપણ કંપની કે વ્યક્તિ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકી શકે નહીં તેવી દાદ માંગી હતી
જે મામલે હવે અમદાવાદ સિટી સિવિલના કોમર્શિયલ કોર્ટ સમક્ષ કેસમાં રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. પોતાના જણાવેલા ગીતના કોપીરાઇટના હક્કો સાબિત કરી શક્યા નહી. જેથી કોર્ટે તેમના દ્વારા કિંજલ દવે સામે કરેલ કોપીરાઇટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી કાઢી નાખ્યો હતો.