રાજુલા શહેરના શુભમનગર સોસાયટીના મુખ્ય માર્ગ પર ખાડાઓ પડી જવાને કારણે સોસાયટીના રહીશો હેરાન-પરેશાન થયાં છે. અહીં ચોમાસાની ૠતુ દરમિયાન માર્ગ ખાડાઓ પડી જવાને કારણે વરસાદી પાણી ભરાઇ ગયા છે. ત્યારે અહીંથી પસાર થતાં રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવો વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે.દરરોજ માટે આ માર્ગ પરથી સ્થાનિક રહીશો તેમજ બાળકો શાળાએ જવા માટે અવરજવર કરતા હોય છે.
ત્યારે અહીં ખાડાનું સામ્રાજ્ય સર્જાતા અકસ્માત ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે આ બાબતે વહીવટદાર નગરપાલિકા દ્વારા શુભમનગર સોસાયટી રહીશોની હાલાકીનુ નિરાકરણ કરશે ખરા તેવો સવાલ ઉઠયો છે. ત્યારે હવે પાલિકા દ્વારા વહેલી તકે સોસાયટીના મુખ્ય માર્ગનું સમારકામ કરવામા આવે તેવી રહીશોની માંગ ઉઠી છે.