શાહરૂખ ખાન અત્યારે લંડનમાં ફિલ્મ ડંકીનુ શુટિંગ કરી રહ્યાં છે. જ્યાંથી ફિલ્મના સેટ પરથી તેમની એક તસ્વીર લીક થઇ ગઇ છે. જે જોતા જ વાયરલ થઇ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે તાપસી પણ દેખાઈ દેશે.
શાહરૂખ ખાનનો કેજ્યુઅલ લુક
- Advertisement -
હાલમાં શાહરૂખની ફિલ્મ જવાન અને પઠાનનુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતુ, જ્યાં શાહરૂખના લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યું. તો હવે ડંકીના સેટ પરથી કિંગ ખાનની એક તસ્વીર લીક થઇ ગઇ છે. જેમાં તેઓ ખૂબ કેજ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યાં છે. આ તસ્વીરમાં શાહરૂખે ચેક શર્ટ પહેર્યો છે. જેની ઉપરના બે બટન ખુલ્લા રાખ્યા છે. હળવા વિખરેલા વાળ, હળવા દાઢીવાળા લુકમાં શાહરૂખ કૂલ લાગી રહ્યો છે. એટલેકે સીન લંડનમાં શૂટ કરવામાં આવ્યો છે. નદીની બાજુમાં ઉભા રહેલા શાહરૂખને સેટ પર બાકી ક્રૂમેમ્બર્સની સાથે જોવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ શાહરૂખ અને તાપસી યુકે અને યુરોપના ઘણા અલગ-અલગ લોકેશન પર ડંકીનુ શૂટિંગ કરવાના છે. અહેવાલ છે કે ડંકીની ટીમ ઓગષ્ટના પહેલા વીકમાં ભારત પાછી આવશે. ફિલ્મના એક સિકવન્સને વિદેશમાં શૂટ કરાઈ રહ્યું છે. તો બાકી સીન્સના શુટિંગ માટે પંજાબમાં સેટ લગાવવામાં આવશે.
- Advertisement -
શાહરૂખ યુકે અને યુરોપનુ શૂટીંગ પૂરું કરીને ભારત આવશે
પ્રોડક્શન ટીમના એક સુત્રની માનીએ તો શાહરૂખ યુકે અને યુરોપની શૂટીંગ પૂરી કરીને જલ્દી ભારત આવશે. ત્યારબાદ તે પંજાબ જઇને શૂટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે શાહરૂખે પંજાબમાં પહેલા પણ ઘણી ફિલ્મોનુ શૂટિંગ કર્યુ છે. જેમાં વીર જારા, રબ ને બના દી જોડી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.