વિરપુરના ખરાવાડ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી મહિલાઓ દ્વારા ગણેશજીની સ્થાપના, રોજ સવાર-સાંજ મહાઆરતી અને મોદકનો પ્રસાદ
ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
- Advertisement -
સમગ્ર દેશમાં ગૌરીનંદન ગણેશજીની આરાધના સાથે ગણેશોત્સવની ધામધૂમ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના જગવિખ્યાત વિરપુર જલારામધામમાં ખરાવાડ વિસ્તારમાં આવેલા ખરાવાડ પ્લોટ કા રાજા ગણપતિની મહિલાઓ દ્વારા છેલ્લા પંદર વર્ષથી સ્થાપના કરવામાં આવે છે. ઉત્સવ દરમિયાન રોજ સવાર-સાંજ મહાઆરતી સાથે દાદાને મોદકના લાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. ગણેશોત્સવના અંતર્ગત આ વર્ષે ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયા હતા જેમાં રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણપતિદાદાને છપન ભોગ ધરાવવામાં આવ્યા હતા.