બ્રિટનમાં ક્વીન એલિઝાબેથના નિધન બાદ તેમના 73 વર્ષીય પુત્ર જ્યોર્જ ફિલિપ આર્થરને નવા રાજા તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.
બ્રિટનમાં મહારાણી એલિઝાબેથના મોટી ઉંમરે થયેલા નિધન બાદ આજે નવા રાજાનો રાજ્યાભિષેક કરાયો હતો. મહારાણી એલિઝાબેથના 73 વર્ષીય પુત્ર ફિલિપ આર્થર જ્યોર્જને ચાર્લ્સ-3ને સત્તાવાર રીતે કિંગ જાહેર કરવામાં આવ્યાં હતા. અસેસન કાઉન્સિલ દ્વારા ગોઠવવામાં આવેલા ઐતિહાસિક સમારોહમાં તેમનો રાજ્યાભિષેક કરાયો હતો. ઈતિહાસમાં પહેલી વાર તેમના રાજ્યાભિષેક સમારોહમાં ટીવી પર લાઈવ કરાયો હતો. કિંગ ચાર્લ્સ-3 માતા ક્વીન એલિઝાબેથના નિધનને પગલે રાજા બન્યાં છે. ગુરુવારે રાતે અગિયાર વાગ્યે ક્વીન એલિઝાબેથનું નિધન થયું હતું.
- Advertisement -
લંડનના સંત જેમ્સ પેલેસમાં થઈ તાજપોશી
કિંગ ચાર્લ્સ-3ની રાજા તરીકેની તાજપોશી લંડનના સંત જેમ્સ પેલેસમાં થઈ હતી. તેમની તાજપોશી બાદ લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું.
It is my sorrowful duty to announce to you the death of my beloved mother, the Queen. I know how deeply you sympathise with me in the irreparable loss we have all suffered: #KingCharlesIII, at the Accession Council and Principal Proclamation at St James’s Palace in London, the UK pic.twitter.com/hHw3Wp1EFj
— ANI (@ANI) September 10, 2022
- Advertisement -
ઐતિહાસિક સમારોહ ગોઠવાયો, લાઈવ ટેલિકાસ્ટ
કિંગ ચાર્લ્સની તાજપોશીમાં પત્ની ક્વીન કન્સોર્ટ કેમિલા અને તેમના પુત્ર પ્રિન્સ વિલિયમ સામેલ થયા હતા.
73 વર્ષીય છે ચાર્લ્સ કિંગ-3
ઉલ્લેખનીય છે કે ચાર્લ્સ કિંગ-3ની ઉંમર 73 વર્ષની છે અને તેઓ મહારાણી એલિઝાબેથના પુત્ર છે. ચાર્લ્સ કિંગ-3ની પત્નીનું નામ ક્વીન કન્સોર્ટ કેમિલા છે અને તેમના પુત્રનું નામ પ્રિન્સ વિલિયમ છે.
The United Kingdom | #KingCharlesIII proclaimed Britain's new monarch at the Accession Council at St James's Palace in London.
Queen Consort Camilla, Prince of Wales William, PM Liz Truss and others in attendance.
(Source: Reuters) pic.twitter.com/tZwQ5SOuH3
— ANI (@ANI) September 10, 2022
પત્ની કેમિલાને મળ્યું ક્વીન કોન્સર્ટની પદવી
બ્રિટનના નવા રાજા બનેલા કિંગ ચાર્લ્સની પત્ની કેમિલાને પણ ક્વીન કોન્સર્ટનું બહુમાન મળ્યું છે.
ગુરુવારે ક્વીન એલિઝાબેથનું નિધન થયું હતું
ઉલ્લેખનીય છે કે ગુરુવારે ક્વીન એલિઝાબેથનું 96 વર્ષની વયે સ્કોટલેન્ડમાં બાલ્મોરા કેસલમાં અવસાન થયું હતું. તેમના નિધનને પગલે રાજકીય શોક જાહેર કરાયો છે.