ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરમાં ધોળા દિવસે યુવાનની હત્યામાં મહિલા સહિત 3 શખ્સોની ધરપકડ કરી હતી જયારે બે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. માણાવદર શહેર ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ જગદીશભાઇ લખમણભાઇ ઉલવા માતાજીના છેલણ પ્રસંગમાં જમીને પોતાના બાઇક પર ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે ઘર પાસે પહોંચતા હાર્દિક વેજાભાઇ મોરી, વેજાભાઇ પોલાભાઇ મોરી, પુરી વેજાભાઇ મોરી, રાજુ લખમણભાઇ કોડીયાતર અને એભા લખમણભાઇ કોડીયાતરે જગદીશભાઇ ઉપર છરી વડે હુમલોક કરી હત્યા નિપજાવીને નાસી ગયા હતા.
આ અંગે મૃતકના પિતરાઇ ભાઇ મુળુભાઇ ઉલવાની ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવા માટે માણાવદર પોલીસ તેમજ એલસીબી અને એસઓજીની ટીમ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીએસઆઇ સી.વાય.બારોટ અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં 3ની અટક કરી હતી અને અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદરમાં યુવાનની હત્યાના 3 શખ્સોની ધરપકડ, બે શખ્સો ફરાર



