કાર્તિક આર્યન સાથેની એક તસવીરમાં બેબી બમ્પ જોવા મળ્યાનો ચાહકોનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન 7 ફેબ્રુઆરી, 2023ના રોજ થયા હતા. લગ્નના થોડા મહિનાઓ જ પછી કિયારા અડવાણીની પ્રેગનન્સીથી ચર્ચા થઇ રહી છે. હાલમાં કિયારા અને કાર્તિકઆર્યન પોતાની આગામી ફિલ્મ સત્યપ્રેમ કી કથાના પ્રમોશનમાં જોવા મળી રહ્યાછે. જોકે કિયારાએ આ બાબતે પોતાના તરફથી કોઇ પ્રતિક્રિયા આપી નથી.
- Advertisement -
કિયારા અને કાર્તિક પોતાની ફિલ્મનાપ્રમોશન માટે હાલમાં જયપુર પહોંચ્યાહતા. તે દરમિયાનની તેમની એક તસવીર વાયરલ થઇ છે. જેમાં કિયારાએ પ્લાઝો, જેકેટ અને ક્રોપ ટોપ પહેર્યું છે. પરંતુ આ તસવીરમાં અભિનેત્રીનું ઉપસેલું પેટ જોવા મળી રહ્યું છે. ઇન્ટરનેટ પરની આ તસવીરે ખળભળાટ મચાવી દીધો છે.તે માતા બનવાની છે તેવી ચર્ચા થઇ રહી છે.
જોકે કિયારા અને સિદ્ધાર્થે આ ચર્ચા પર પોતાની કોઇ પ્રતિક્રિયાઆપી નથી. લગ્ન પછી તરત જ પ્રેગનન્સીના સમચાાર હાલમા બોલીવૂડ તરફથી વારંવાર સાંભળતા મળી રહ્યા છે.