ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ખેલમહાકુંભ અંતર્ગત એન.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેશોદ ખાતે ખો ખો ભાઈઓ કેટેગરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંડર 14 સ્પર્ધામાં પ્રસાદ સંકુલ કેશોદ વિજેતા બની હતી અને બાલાગામ પે. શાળા બીજા નંબર પર આવી હતી. તેમજ કુમાર પે. શાળાનો ત્રીજો નંબર આવ્યો હતો.
- Advertisement -
અંડર 17 વયજૂથમાં એમ.કે.રાજકોટિયા હાઇસ્કૂલ વિજેતા બની હતી અને મેસવાણ હાઇસ્કૂલનો બીજો નંબર આવ્યો હતો. જયારે ન્યુ એરા પ્રો. અકેડેમી સ્કુલ ત્રીજા નંબર પર રહી હતી. આ ઉપરાંત ઓપન વયજૂથમાં એન.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કેશોદ અને બીજા નંબરે બાલાગામ ભાઇઓની ટીમ આવી હતી. આ સ્પર્ધામાં કેશોદ બીઆરસી ભવન કો- ઓર્ડીનેટર ભરતભાઇ નંદાણિયા તથા એન.પી.કોલેજના પ્રિન્સિપાલ ડો.એસ.કે. હાજર રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને પોતાની સેવા આપી હતી. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન તાલુકા ક્ધવીનર ડો. સી.જે.વાઢીયા તથા એનપી.કોલેજની ટીમના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું હતું.



