ખીજડિયા ગુજરાતના સંકલિત વિકાસ મોડેલનું જીવંત ઉદાહરણ
પક્ષીઓની પ્રજાતિ વધીને 332 થઈ; જામનગરનું ‘રામસર સાઈટ’ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું કેન્દ્રબિંદુ બનશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જામનગર
જામનગર નજીક આવેલું ખીજડિયા પક્ષી અભયારણ્ય ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને આ અભયારણ્ય પર્યાવરણીય શ્રેષ્ઠતાનું પ્રતીક બન્યું છે. રાજકોટમાં જાન્યુઆરી-2026માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (ટૠછઈ) પૂર્વે આ સફળતા રાજ્યના ટકાઉ વિકાસને મજબૂત આધાર આપે છે. 600 હેક્ટરમાં ફેલાયેલું આ અભયારણ્ય મીઠા અને ખારા પાણીના દુર્લભ સંગમ માટે જાણીતું છે. વન વિભાગના આંકડા મુજબ, અહીં પક્ષીઓની પ્રજાતિઓ 317થી વધીને 332 થઈ છે. વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય સ્તરે ‘રામસર સ્થળ’નો દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ, સરકાર દ્વારા અહીં વોચ ટાવર, પક્ષી નિરીક્ષણ પ્લેટફોર્મ અને અર્થઘટન કેન્દ્ર જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ટૠછઈ 2026ના આયોજનમાં ખીજડિયાની આ જૈવવિવિધતા કૃષિ, પ્રવાસન અને આબોહવા પરિવર્તન જેવા મુખ્ય વિષયો માટે પૂરક સાબિત થશે. પર્યાવરણ સંરક્ષણ અને પ્રવાસન વિકાસના સમન્વય સાથે ખીજડિયા હવે ગુજરાતના ગૌરવશાળી સીમાચિહ્ન તરીકે ઊભરી આવ્યું છે.



