ઐશ્ર્વર્યા મજમુદારનો લાઇવ સ્ટેજ શો સહિતના રંગારંગ કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટથી આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી ખેલ મહાકુંભ 3.0નો રંગારંગ પ્રારંભ કરાવશે. આ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે ઐશ્ર્વરિયા મજનુદારનું લાઈવ પરર્ફોમન્સ તેમજ વિશ્ર્વકક્ષાના 150થી વધુ કલાકારોના સ્ટેજ પ્રોગ્રામ સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ટ્રેકથી કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71,30,834 રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કૂલ 2,83,805 ખેલાડીઓએ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં કૂલ 94,533 ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્યમાં કૂલ 1,89,272 ખેલાડીઓના રજીસ્ટ્રેશનનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના આગમન પહેલા પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમ સાંજે સાડા ચાર વાગ્યા થી શરૂૂ થશે. જેમાં આર.જે. આભા ખેલાડીઓને વિવિધ ગેમ્સ રમાડશે તથા યુવા ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર ઉપસ્થિતોને પોતાના સૂરીલા કંઠના તાલે ડોલાવશે. કાર્યક્રમ અગાઉ કલેક્ટર દ્વારા સ્થલ વિઝિટ કરી તૈયારીઓના આખરી ઓપની સમીક્ષા કરવામાં આવી હતી.
અત્રેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભવોના હસ્તે ખેલ મહાકુંભ 2.0 શ્રેષ્ઠ શાળા રોકડ-પુરસ્કાર વિતરણ અને ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય જિલ્લાઓને સન્માનિત કરવામાં આવશે તેમજ ખેલ મહાકુંભ 2.0 પ્રથમ, દ્વિતીય, અને તૃતીય શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓને પણ સન્માનિત અને પુરસ્કૃત કરવામાં આવશે.