મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી સહિતના નેતાઓ હાજર રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય સરકાર સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા ખેલ મહાકુંભ 2025 3.0નું લોન્ચ રાજકોટ ખાતેથી 4 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રમત ગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ દિગ્ગજ ખેલાડીઓ, તેમજ રાજ્ય કક્ષાને કેન્દ્રના દિવસ નેતાઓ પણ હાજર રહેશે. આ કાર્યક્રમ એથ્લેટીક્ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સાંજે 5 થી 7 આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે, જેમાં સૌરાષ્ટ્ર ભરના 10,000થી પણ વધુ ખેલાડીઓ હાજર રહેશે.
- Advertisement -
અધિક કલેક્ટર આલોક ગૌતમ જણાવ્યું કે, રાજકોટ શહેર અને જિલ્લાના ખેલમહાકુંભમાં 2.83 લાખમાં સર્પધકોનું રજિસ્ટ્રેશન થયું છે. તેમજ રાજ્યના 71 લાખથી પણ વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રમત ઉત્સવમાં 24 જેટલી અલગ અલગ રમતોનો આયોજન કરવામાં આવ્યું છે. 4 જાન્યુઆરી આ ખેલ મહાકુંભનો શુભારંભ થશે અને માર્ચ મહિનામાં ફાઇનલ રમતો યોજાશે.
રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રાજ્ય કક્ષાના રમત ઉત્સવનો ભવ્ય રીતે શુભારંભ કરવામાં આવશે. આ શુભારંભ દરમિયાન કેન્દ્રના તેમજ રાજ્યના અનેક દિગજ ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં કરવામાં આવ્યા છે. આજથી ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી અધિકારીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે. કાર્યક્રમ સ્થળ તેમજ કલેક્ટર સાથે રિવ્યુ બેઠકો કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમ અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આ રમત ઉત્સવમાં દિવ્યાંગો સહિતના અનેક સ્પર્ધકો પણ ભાગ લઈ શકશે. હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના તેમજ રાજ્યના અન્ય શહેરો માટે ખેલાડીઓ હાજરી આપે તે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આ કાર્યક્રમમાં 10,000થી પણ વધુ ખેલાડીઓ હાજર રહેશે. રાજ્ય સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા આજથી જ રાજકોટમાં ધામા નાખી દેવામાં આવ્યા છે અને તૈયારીઓની પણ શરૂ કરી દેવામાં આવી છે.