સરખડી ખાતે બહેનોની સૌરાષ્ટ્ર ઝોન કક્ષા વોલિબોલ સ્પર્ધા યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0 યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત કોડિનાર ખાતે અંડર-14, અંડર-17 અને ઓપન એજ એમ દરેક વયજૂથમાં વિવિધ જિલ્લાઓની ભાઈઓ તથા બહેનોની વોલીબોલ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કોડિનાર તાલુકાના સરખડી ખાતે જે.આર.વાળા માધ્યમિક શાળાના મેદાનમાં અંડર 14, અંડર 17 તથા ઓપન વયજૂથ બહેનોની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ટોસ ઉછાળી અને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી અને ખેલાડીઓની રમત નિહાળી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, સરખડી ખાતે યોજાયેલી વોલિબોલ સ્પર્ધામાં ભાવનગર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર એમ વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત અંડર 14, અંડર 17 તથા ઓપન એજ ભાઈઓની સ્પર્ધા કોડિનાર શ્રી સોમનાથ એકેડમી સંકુલ ખાતે યોજાઈ હતી.