સાવરકુંડલાને શુદ્ધ પીવાનું પાણી આપવાનો ધારાસભ્યનો સંકલ્પ સિદ્ધ થશે
ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને ધારાસભ્ય મહેશભાઈ ઉપસ્થિતીમા ખાત મુહૂર્ત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સાવરકુંડલામાં 7 કિલોમીટર સુધી શેલ દેદુમલ ડેમમાંથી પાણી સાવરકુંડલા ફિલ્ટર પાણી પ્લાન્ટમાં નાખવામાં આવશે અને સાવરકુંડલાના તમામ વિસ્તારોમાં તેનું વિતરણ થશે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની મુખ્ય સમસ્યા હતી કે 800 ફૂટે જમીનમાં નીચે પાણી છે તે પાણી પીવા લાયક ન હતું દારના કારણે વર્ષોથી રેગ્યુલર પાણી હોય કે ન હોય તેની સમસ્યા ખૂબ મોટા પાયે હતી. આનું નિરાકરણ લાવવા માટે અને સાવરકુંડલાને એક જ ટાઈમે શુદ્ધ પાણી અને ફિલ્ટર પાણી મળી રહે. તમામ વોર્ડની અંદર પાણી અંડર ગ્રાઉન્ડ ટેન્ક અને પાણીના ટાંકા એમાં પાણી સ્ટોરેજ થઈ શકે અને શુદ્ધ પાણી મળી રહે તે અંતર્ગત સાવરકુંડલામાં શેલ દેદુમલ ડેમમાં નર્મદાના નીર આવશે અને તેમાંથી પાણી સાવરકુંડલા સુધી લાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રીશ્રીને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રજૂઆતો કરી અને ગતરોજ રૂ.19 કરોડનુ જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓમાં ખાદી કાર્યાલય (માર્કેટિંગ યાર્ડ) વિસ્તાર: 8,00,000 લિટરની ક્ષમતા ધરાવતી અંડરગ્રાઉન્ડ સંપ અને 5,00,000 લિટરની ક્ષમતા ધરાવતી 20 મીટર ઉંચી પાણીની ટાંકી, કુંડલા સ્મશાન તથા હાથસણી રોડ: 10,00,000 લિટરની ક્ષમતા ધરાવતી અંડરગ્રાઉન્ડ સંપ અને 5,00,000 લિટરની ક્ષમતા ધરાવતી 20 મીટર ઉંચી પાણીની ટાંકી, હાથસણી: શેલ દેદુમલ ડેમમાં નવા કુવાનું નિર્માણ, શેલ દેદુમલ ડેમમાં કુવાથી ડબલ્યુ ટીપી સાવરકુંડલા હાથસણી રોડ સુધી 600 એમ.એમ ડાયા મીટરની પાઇપલાઇન, ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક પીવીસી પાઇપલાઇન વર્ક કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સાવરકુંડલાના નાગરિકોને સતત અને પૂરતો પાણી પુરવઠો મળશે. આ સાથે જ પાણીની ગુણવત્તામાં પણ સુધારો થશે.