ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન રૂ.92.27 કરોડના ખાતમૂહર્ત અને રૂ.51.61 કરોડના લોકાર્પણો કરવામાં આવ્યા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને કેશોદ ખાતે વિવિધ વિકાસના કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણનો સમારોહ યોજાઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત વિસાવદર ખાતે રૂ.1.74 કરોડના રેલવે સ્ટેશનથી રામજી મંદિર સુધી અને કનૈયા ચોકથી બસ સ્ટેન્ડ સુધી આર.સી.સી. રોડના કામનું ઈ લોકર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વિસાવદર તાલુકાના બરડીયા ખાતે રૂ.1.14 કરોડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ કેશોદ ખાતે રૂ.10.44 કરોડના ક્ધસ્ટ્રકશન વર્ક ઓફ સ્ટ્રોમ વોટર ડ્રેઈનેજ, વૃક્ષારોપણ અને પેવીંગ વર્ક બિહાઈન્ડ પી.વી.એમ. સ્કુલ ટુ હિંદુ સ્મશાનનું કામનું ઈ ખાતમૂહર્ત પણ કરવામાં આવ્યું હતું. માંગરોળ ખાતે રૂ.14.99 કરોડના નલ સે જલ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન ફીટ કરવાના કામનું ઈ- ખાતમૂહર્ત પણ કરવામાં આવ્યું હતું.