ખાસ-ખબર દ્વારા યુવાનોમાં વધતા હૃદય રોગના કિસ્સાના કારણો જાણવામાં આવ્યા
ગુજરાતમાં હૃદય રોગના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. રાજકોટસહિત સૌરાષ્ટ્રમાં પણ હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કિસ્સાઓ પરથી યુવાનોમાં હૃદય રોગની સમસ્યા કેટલી વધી રહી છે તે અંગેનો અંદાજ આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલોમાં હૃદય રોગથી પીડિત યુવાનોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. જે ખરેખર ચિંતાજનક કહી શકાય. હાર્ટ પ્રોબ્લેમ અને હાર્ટ એટેકના વધતા જતા કિસ્સા પાછળના કારણો જાણવાની ’ખાસ-ખબર’ દ્વારા કોશિશ કરવામાં આવી છે.
- Advertisement -
ગુજરાતમાં ક્યારેક દાંડિયા રમતા, ક્યારેક ક્રિકેટ રમતાં તો ક્યારેક જીમમાં કસરત કરતા હૃદય બેસી જવાન બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આજકાલ યુવાનોમાં સાયલન્ટ કિલરને કારણે યુવાનોના મોતની ઘટનાઓ વધી રહી છે. નાની ઉંમરમાં હૃદય રોગના કારણે અનેક પરિવારો વેર વિખેર થઇ રહ્યા છે.રાજકોટસહિત રાજ્યભરમાં હાર્ટ એટેકને કારણે યુવાનોના એકાએક મોત થઇ રહ્યા છે. આ સમયે ’ખાસ-ખબર’ દ્વારા હાર્ટ એટેકના વધતા જતા કિસ્સા અને એકાએક થતા મૃત્યુ પાછળના કારણો જાણવા ખ્યાતનામ ડોક્ટરો અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવીઓના મત જાણવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો જાણવા મળી છે જે અહીં પ્રસ્તુત છે.
1) વેકસીનના કારણે હાર્ટએટેક આવતા નથી- ડો. રવિન્દ્ર પરમારે
ખાસ-ખબર સાથેની વાતચીત દરમ્યાન એમ.ડી.(મેડીસીન) ક્ધસલટન્ટ ફિઝીશયન એન્ડ ડાયાબીટોલોજીસ્ટ ડો. રવિન્દ્ર પરમારે જણાવ્યું હતું કે યુવાનોમાં હાર્ટ એટેક આવવાના ઘણા કારણો જવાબદાર છે. જેમાં પહેલા તો બેડ ફુડ હેબીટ, બેટ લાઇફ સ્ટાઇલ, બેઠાડુ જીવન, અને ખાસ કરીને ટોબેકોનો વધુ પડતો યુઝ જેના કારણે યુવાનોમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જતા હયો છે. એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે કોરોના વખતે અપાતી વેક્સીનના કારણે હાર્ટ એટેક વધુ આવે છે. પરંતુ આ વાત તદન ખોટી છે. કોરોનાના કારણે હાર્ટ નબળું પડી જાય છે. જેના કારણે હાર્ટ એટેક આવે છે, પરંતુ વેકસીનના કારણે હાર્ટએટેક આવતા નથી. નવરાત્રી દરમ્યાન હાર્ટ એટેક આવવાના કારણો છે કે આખું વર્ષ કોઇ જ કસરત ના કરી હોય ત્યારે નવરાત્રીમાં અચાનક જ વધુ પડતા ગરબા રમવામાં આવે જેના કારણે હાર્ટ એટેક આવવાની ઘટના બને છે. ગરબા રમતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે સતત ગરબા રમવા નહીં જરા પણ શ્ર્વાસ ચડે અથવા થાક લાગે કે ગભરામણ થાય તરત જ બેસી જવું. આ સાથે જ ડો. રવિએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકો તે કોરોના થયો હતો તેમાં હાર્ટની સમસ્યા જોવા મળતી હોય છે તો તેવી તકેદારી રાખવી. ફીઢીકલ એકટીવીટી કરવી, સારી લાઇફ સ્ટાઇલ, જંકફુડની દુર રહેવું, અને વધુ મહત્વનું ટોબેકોથી દુર રહેવું. હળવી કસરત કરવી, આમ સાવધાની રાખવાથી હાર્ટ એટેક આવવાની બચી શકાય છે.
- Advertisement -
2) નવરાત્રીમાં સતત રાસ રમવા નહીં, ગરબા રમતી પહેલા ભારે ખોરાક ન લેવાની સલાહ: ડો. ચિરાગ માત્રાવાડીયા
વધુ પડતા હાર્ટએટેક આવવાના કારણો શું છે? તે અંગે જણાવતા વોકહાર્ટ હોસ્પિટલના ડો. ચિરાગ માત્રાવાડીયાએ જણાવ્યું હતું કે, હાર્ટએટેક આવવા પાછળનું કારણ લોકો કોવિડ અથવા તો વેક્સીન છે તેવું માનતા હોય છે, પરંતુ ખરેખર એવું નથી. હાર્ટ એટેક આવવા પાછળ કોવિડ અને વેક્સીન નહીં પરંતુ બીજા ઘણા કારણો જવાબદાર છે, જેમાં બેડ ફુડ હોબીટ, જમવાનું સમયસર ન લેવું, કેમીકલયુક્ત આહાર, ખાવામાં ભેળસેળ, ફ્યુઝન ફુડ, પનીર -ચીઝમાં ભેળસેળ, ફુડ પ્રોડક્ટસમાં પ્લાસ્ટીકનો વધઉ પડતો ઉપયોગ, બેડ લાઇફ સ્ટાઇલ, ફાસ્ટ લાઇફ સ્ટાઇલ જેના કારણે સ્ટ્રેસ પહોંચે છે, ટાઇમસર નીંદર ન લેવી. લોંગ વર્કીંગ અવર્સ, અને ખાસ કે આજની પેઢી આઇસોલેશનમાં જતી રહી છે. એટલે કે બધા સાથે બેસવા કરતા એકલા રૂમમાં બેસી રહે છે. આ પણ એક કારણ જવાબદાર છે. આ સાથે નિયમિત કસરત કરવી પણ ખૂબ જરૂરી છે. જીમમાં વર્કઆઉટ કરવું પણ એટલી હદે નહીં કે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે, પ્રોપર હેલ્થ ચેકઅપ કરીને જ કસરત કરવી, જેમાં બેઝીક કાર્ડીયોગ્રામ, હાર્ટનો ઇકો, બ્લડપ્રેશર, શુગર, કોલેસ્ટ્રોલ, વિટામીન બી 12 અને ઇંજઈ છઙ આ બધા ટેસ્ટ કરાવવા પણ જરૂરી છે. સાથે જ સારા ટ્રેનર પાસે જ ટ્રેનિંગ લેવી. વધુ પડતો આલ્કોહોલ અને ટોબેકોનું સેવન ટાળવું. વધુમાં જણાવ્યું કે, આખુ વર્ષ કોઇ કસરત ના કરી હોય અને નવરાત્રીમાં સતત ગરબા રમવામાં આવે તો હાર્ટએટેક આવવાના ચાન્સીસ વધી શકે છે. તો ધ્યાન રાખવું કે, ગરબા રમતા પહેલા ઓવર જમવું નહીં, હળવો ખોરાક લેવો, ડ્રેસ હળવા પહેરવા, 10 થી 15 મીનીટ રાસ રમવા, થાક અને ગભરામણ લાગે તો બેસી જવું અને થોડા-થોડા સમયે પાણી પીતા રહેવું.
3) કોઇપણ ઉંમર હોય દર વર્ષ હેલ્થ ચેકઅપ કરાવતા જ રહેવું: ડો. નીશીતા સોમૈયા
આર.એમ.સી.ના મેડિકલ ઓફિસર ડો. નીશીતા સોમૈયા (ખઇઇજ)એ ખાસ-ખબર સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું કે, હાર્ટએટેક આવાના ઘણા કારણો છે, જેમાનું એક છે બેડ લાઇફ-સ્ટાઇલ, હાર્ડ એન્ડ ફાસ્ટ લાઇફ જેના કારણે માનસીક શાંતિ હણાઇ જાય છે. થાક લાગવો આ બધા કારણો જવાબદાર હયો છે. એટલું જ નહીં પરંતુ કોઇપણ ઉંમર હોય તો પણ દર વર્ષ એકવાર હેલ્થ ચેકઅપ તો કરાવવું જોઇએ. જેના કારણે આપણા શરીરમાં કોઇ પણ બીમારી હોય તો તે તરત જ ડિટેક્ટ થઇ જાય અને વહેલી તકે ઇલાજ થઇ શકે. અત્યારની જનરેશન પોતે યંગ છે. એમ માની હેલ્થ ચેકઅપ કરાવતી નથી અથવા તો પોતાના હેલ્થને લઇને બહુ કેરફુલ રહેતા નથી. ત્યારે રેગ્યુલર હેલ્થ ચેકઅપ પણ કરાવતા રહેવું જોઇએ, વધુ પડતી ચિંતા ન કરવી. કોઇપણ સ્વાસ્થ્ય સંબંધી તકલીફ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી. બેદરકારી કરવી નહીં. આ સાથે પર્યાવરણમાં વધુ પડતું પોલ્યુશન આ પણ હાર્ટએટેક આવવા પાછળનું એક કારણ છે. સ્વચ્છ હવા ન મળવી. સાથે જ મહત્વનું શુદ્ધ અને સાત્વીક ખોરાક લેવો. ખાસ નવરાત્રીની વાત કરવામાં આવે તો નવરાત્રી દરમ્યાન સતત ગરબા ન રમવા, ભીડ-ભાડવાળી જગ્યાથી દુર રહેવું, તેવું અંતમાં ડો. નીશીતા સોમેયાએ જણાવ્યું હતું.
4) જીવનમાં નિયમિતતા લાવો: કોરોનાના કારણે લોહી જાડુ થવાથી પણ હાર્ટ એટેક આવી શકે છે: ડો. પ્રકાશ મોઢા
ગોકુલ હોસ્પિટલ ગ્રુપ ઓફ હોસ્પિટલના ચેરમેન ન્યુરોસર્જન ડો. પ્રકાશ મોઢા જણાવે છે કે, જે લોકોને કોવિડ થયા હતો તેમનું લોહી જાડું થઇ જતું હોય છે. જેના કારણે હાર્ટ એટેક આવે છે. આ રીતે જંકફુડ, ઇરરેગ્યુલર લાઇફ, જમવાનો અને સૂવાનો કોઇ સમય ફિક્સ ન હોવો જેના કારણે પણ સ્વાસ્થ્ય બગડે છે. આ સાથે નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓ તે રમવા જતા પહેરા જ બ્લડ ટેસ્ટ કરવું. કોલેસ્ટ્રોલ ચેક કરવું પછી જ રમવા માટે જવાની પરવાનગી આપવી જોઇએ. સ્થળ પર જ રમતા પહેલા ખેલૈયાઓ રમી શકશે કે નહીં, તે જાણવું ખૂબ જ જરૂરી છે. આ સાથે નવરાત્રી દરમ્યાન પુષ્કળ પાણી પીવું. આયોજકોએ પણ પાણીની વ્યવસ્થા રાખવી જોઇએ. રેગ્યુલર કસરત, વ્યાયામ, યાગ કરવાની ટેવ પાડવી અને લાઇફમાં નિયમીતતા લાવવી જરૂરી છે. આમ, લાઇફ નિયમિત હશે તો તમામ પ્રાકરના રોગથી દુર રહી શકાશે અને સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે તેવું અંતમાં ખાસ-ખબરને ડો. પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું.
5) નવરાત્રી દરમ્યાન ડિ-હાઇડ્રેશન ન થાય તેની કાળજી રાખવી- ડો. દિગ્વિજસિંહ જાડેજા
ખાસ-ખબર સાથેની વાતચીત દરમ્યાન ડો. દિગ્વિજસિંહ જાડેજા(ક્રિટિકલ કેર ફિઝીશ્ર્યન)એ જણાવ્યું કે, યંગ જનરેશનને કોવિડ દરમ્યાન લોહી જાડું થવાથી હાર્ટએટેક આવવાની શક્યતા વધી ગઇ છે. જેનું કારણ લાઇફસ્ટાઇલ, ખાણી-પીણી, સ્વાસ્થય સમસ્યાઓ છે. છેલ્લા 10 વર્ષમાં લોકોની રહેણીકરણીમાં આવેલા બદલાવ પણ જવાબદાર છે. ખાસ કરીને 10-12-14 વર્ષની ઉંમરના બાળકોમાં ઓબેસીટીનું પ્રમાણ વધારે હોય છે. તેઓ ઘરના બનાવેલા ભોજનની જગ્યાએ બહારનું જમે છે. જંકફુડમાં અખાદ્ય જથ્થો, એક જ તેલમાં વારંવાર તળવામાં આવેલો ખોરાક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કેટલાક બાળકોને જન્મજાત બિમારીઓ હોય છે. તેને સમયસર ચેકઅપ કરાવવું જરૂરી છે. નવરાત્રીમાં અતિ ગરબા ના રમવા, થોડા-થોડા સમયે પાણી પીવું, જો સંપૂર્ણ વર્ષ એક્ટીવીટી ના કરી હોય અને અચાનક સતત ગરબા રમવામાં આવે તો હાર્ટએટેકની શક્યતા વધી જાય છે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું, પૂરતી ઉંઘ લેવી, કસરત કરવી જરૂરી છે.
6) વર્કઆઉટ કરતા પહેલા વોમઅપ કરવું જરૂરી- જીમ ટ્રેનર ક્રિપાલ ચાવડા
આ અંગે વધુ હ્દય રોગના નિષ્ણાંતો ઉપરાંત ફીટ ફસ્ટના ટ્રેનર ક્રિપાલ ચાવડાએ જણાવ્યું હતું કે, જીમમાં વર્કઆઉટ કરતા પહેલા સર્ટીફાઇટ ટ્રેનરની સલાહ લીધા પછી જ કસરતો કરવી કારણકે ટ્રેનર તમારા હેલ્થને અનુકુળ હોય તેવી કરસરત કરાવતા હોય છે. જેવા-તેવા નહીં પરંતુ સર્ટિફાઇટ ટ્રેનર પાસે જ કઇ કસરત કરવી એની સલાહ લેવી જોઇએ. સાથે જીમમાં પહેલા દરેકની ઇન્ટેસીટી ચેક કરવામાં આવે છે. કસરત કરતા પહેલા વોમઅપ કરવું પણ એટલા જ અંશે જરૂરી છે. પહેલ ધીમે-ધીમે વોકીંગ-જોગીગં પછી રનીંગની શરૂઆત કરવી. સતત વર્કઆઉટ કરતા રહેવું નહીં. રાત્રે સર્ટીફાઇટ ટ્રેનર સીપીઆર પણ આપી શકે છે. આમ જીમ જતા પહેલા ટ્રેનરની સલાહ લેવી પણ એટલી જ જરૂરી છે. જેટલી ડોક્ટરની લેવામાં આવતી હોય છે.
7) હાલમાં હાર્ટએટેક આવ્યા હોય તેવા 25-30 મૃતદેહોના ફોરેન્સિક રિપોર્ટ થવા જોઇએ: ડો. અતુલ પંડયા
આ અંગે વધુ વાત કરતાં ડો. અતુલ પંડયાએ જણાવ્યું કે, હાર્ટએટેક આવવાની ઘટનામાં સાયન્ટિફિકલી અલગ પેર્ટન જોવા મળી રહી છે. એટલે કે હાર્ટએટેક આવે ત્યારે હ્દયમાં લોહી ઓછું પહોંચે અને ધીમે-ધીમે પહોંચે છે, હ્દયના સ્નાયુઓ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરવા લાગે છે. આ હાર્ટએટેકમાં હ્દય કામ કરતું જ બંધ પડી જાય છે, જેને કાર્ડિયાક એરેસ્ટ આવે એવું પણ કહી શકાય છે. વધુમાં ડો. અતુલ પંડયાએ કહ્યું કે, મારા મત મુજબ જે લોકોને હાલમાં હાર્ટએટેક આવ્યા હોય તેવા 25-30 મૃતદેહોના ફોરેન્સિક રિપોર્ટ થવા જોઇએ. ત્યારબાદ બાદ સાચું કારણ ખબર પડે કે હાર્ટએટેક આવવા પાછળના કયા કારણો જવાબદાર છે. આવા કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને સીટી સ્કેન થવું જરૂૂરી છે. વર્ચ્યુઅલ એટોપ્સી કરીને પછી રીઅલ એટોપ્સી કરવી જોઇએ, તેવું અંતમાં ડે. અતુલ પંડયાએ કહ્યું હતું.