ગઈકાલના રોજ ‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ શહેરની પદ્મકુંવરબા હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સાફસફાઈ કરવામાં આવી હતી, જે આ તસવીરમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. પીવાના પાણી પાસે પડેલી બોટલોના ઢગલા હટાવી લેવામાં આવ્યા. તમામ સ્થળો પર સફાઈ કરવામાં આવી, કચરા ઢગલા હટાવી દઈ ગટરો સાફ કરવામાં આવી હતી. પરંતુ હવે દર્દીઓ માટે એ.સી. ક્યારે શરૂ થશે તે જોવું રહ્યું. જેમ તાબડતોબ સફાઈ કરવામાં આવી તેમ દર્દીઓને પડતી અન્ય મુશ્કેલીઓ જેવી કે અપૂરતી દવાઓ, એ.સી. વગેરે શરૂ કરવા લોકોમાં માંગ ઉઠી છે.
‘ખાસ-ખબર’ ઈમ્પેક્ટ: પદ્મકુંવરબા હોસ્પિટલમાં તાબડતોબ કચરાનો નિકાલ કરાયો

Follow US
Find US on Social Medias