ગુજરાતની નવી પેઢીનાં અખબાર ‘ખાસ-ખબર’નો રાજકોટ બાદ જૂનાગઢમાંથી આરંભ
ખાસ-ખબર ડિજીટલ ન્યૂઝપેપરનો રાજકોટ બાદ જૂનાગઢ આવૃત્તિનો દબદબાભેર આરંભ થઈ ચૂક્યો છે. જૂનાગઢ ખાતે 301-ટ્રાઇડેન્ટ પ્લાઝા, ઝાંઝરડા રોડ આવેલી ‘ખાસ-ખબર’ ઓફિસનું ઉદ્દઘાટન મહંત શેરનાથ બાપુનાં પ્રતિનિધિ મહેન્દ્રગિરીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જોશી ઉપરાંત વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો-મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
- Advertisement -
પ્રસ્તુત તસવીરોમાં ‘ખાસ-ખબર’નાં ડિરેક્ટર પરેશભાઈ ડોડીયા, માલિક, મુદ્રક અને પ્રકાશક ધર્મેશભાઈ જોશી (જેડી. ભાઈ), એડિટર કિન્નરભાઈ આચાર્ય, સબએડિટર ભવ્યભાઈ રાવલ સાથે જૂનાગઢનાં નિવાસી તંત્રી કલાપી ભગત, કાજલ કલાપી ભગત, માનવ કલાપી ભગત, રાહુલભાઈ પટગીર, મુકેશભાઈ પટેલ, ઉદયભાઈ પંડ્યા જૂનાગઢ ‘ખાસ-ખબર’ સંપાદક સરમણભાઈ રામ ઉપરાંત ‘ખાસ-ખબર’ જૂનાગઢની ખાસ ટીમ સાથે રાજકોટ ‘ખાસ-ખબર’ ટીમનાં રજનીભાઈ પટેલ, ફોટો-જર્નાલિસ્ટ રાજુભાઈ બગડાઈ, દિવ્યેશભાઈ જોશી, તનવીરસિંહ તુવરા, વિવેકભાઈ કાલરીયા, મહેન્દ્રભાઈ, હેમલભાઈ વિઠલાણી સહિત અન્ય મહાનુભાવો-મહેમાનોની હાજરીમાં ખાસ-ખબર જૂનાગઢ ઓફિસનાં ઓપનિંગની ક્ષણો જોઈ શકાય છે.