કમૂરતાની અંદર શુભ અને માંગલિક કાર્ય વર્જિત હોય છે. 14 જાન્યુઆરી 2023માં જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે ત્યારે કમૂરતાનુ સમાપન થશે. હિન્દુ ધર્મ મુજબ, ગુરુ દેવ બૃહસ્પતિની બે રાશિઓ ધન અને મીનમાં જ્યારે જ્યારે સૂર્ય પ્રવેશ કરે છે, ત્યારે ખરમાસ લાગે છે.
સૂર્યની મધ્યમ ગતિને કારણે શુભ કાર્યો પર પ્રતિબંધ લગાવાય છે
- Advertisement -
એવી માન્યતાઓ છે કે સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે છે તો તેની ગતિ ધીમી થાય છે. કારણકે સૂર્ય આપણા જીવનને વધુ પ્રભાવિત કરે છે, તેથી તેની મધ્યમ ગતિને પગલે શુભ કાર્યો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.
કમૂરતામાં શું ના કરતા?
લગ્ન-વિવાહ ના કરો
- Advertisement -
કમૂરતામાં લગ્ન-વિવાહ જેવા માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. એવુ કહેવાય છે કે કમૂરતામાં લગ્ન કરવાથી પતિ-પત્નીનો સંબંધ નબળો પડી શકે છે. તેથી કમૂરતામાં લગ્ન-વિવાહ જેવા માંગલિક કાર્ય ના કરવાની સલાહ આપવામાં આવે છે. 14 જાન્યુઆરી 2023ના રોજ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લગ્નના મુહૂર્ત ખુલી જશે.
શુભ કાર્યો ના કરશો
જ્યોતિષીઓના મતે કમૂરતામાં કેટલાંક અન્ય શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે. જેમાં બાળકોનુ મુંડન વગેરે સામેલ છે. જેની પાછળ તર્ક આપવામાં આવે છે કે જો આ સંસ્કાર કમૂરતા દરમ્યાન કરવામાં આવે તો આવા બાળકોની સાથે પરિવારના લોકોના સંબંધ બગડી જાય છે. એવામાં બાળકોને આરોગ્ય સાથેની સમસ્યાઓ પણ થઇ શકે છે.
ભવન નિર્માણ ના કરો
કમૂરતામાં જે ઘરનુ નિર્માણ કરવામાં આવે છે, તે માળખાગત રીતે નબળુ માનવામાં આવે છે. ખરેખર કમૂરતામાં સૂર્યની દુર્બળતાને કારણે તેની રોશની સારી રીતે પૃથ્વી પર પહોંચતી નથી. આ જ કારણ છે કે મકાનમાં લાગેલા સીમેન્ટ, ઈંટ વગેરે સારી રીતે સુકાતા નથી અને મકાન નબળુ રહી જાય છે.