મોરબી જિલ્લાના તમામ તાલુકામાં ખરીફ પાક માટે રાસાયણિક ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં હાલ ખરીફ પાકનું મોટાભાગનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. આ વાવેતર કુલ 3.06 લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવેલ છે જેમાં મુખ્ય પાકો કપાસ, મગફળી, તલ, દિવેલા, શાકભાજી તેમજ અન્ય પાકોમાં ગુવાર, તુવેર, સોયાબીન અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.
- Advertisement -
સામાન્ય રીતે ખેડૂતો ખેતરમાં ડી.એ.પી., એસ.એસ.પી. અને એન.પી.કે. ખાતરનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત પૂર્તિ ખાતર તરીકે યુરીયાનો ઉપયોગ કરે છે ત્યારે મોરબી જિલ્લાના તમામ તાલુકા સેન્ટર પર રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે જેમાં ડી.એ.પી- 5686.35, યુરિયા- 3771.92, એન.પી.કે.- 7420.76 અને એસ.એસ.પી.- 2245.36 મેટ્રિક ટન ઉપલબ્ધ છે જેથી જો કોઈ ખેડૂત ખાતર ખરીદવા માટે ઇચ્છુક હોય તે ખેડૂતો ખાતરની ખરીદી શકશે. ખેડૂતોએ ખોટી અફવાઓથી ગેર માર્ગે ન દોરાતા જરૂરિયાત મુજબ ખાતર ખરીદવું અને ખાતરનો ખોટો સંગ્રહ ટાળવા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવાયું છે.