કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો બેફામ બની ભારત-કેનેડા સંબંધોમાં વધાર્યુ ટેન્શન: ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન : તિરંગાનું અપમાન, તલવારથી ફાડી નાંખ્યો : કેનેડા ચૂપ, ભારત સરકાર લાલઘુમ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
- Advertisement -
કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની પ્રવળત્તિઓએ ફરી એકવાર ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વધાર્યો છે. તાજેતરના ઘટનાક્રમમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ખુલ્લેઆમ ભારતીય વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપી છે અને ભારતીય ત્રિરંગાનું અપમાન કર્યું છે. કેનેડાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન માર્ક કાર્નેએ પીએમ મોદીને ૠ-7 સમિટમાં આમંત્રણ આપ્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો. આ આમંત્રણથી ખાલિસ્તાની જૂથો ગુસ્સે થયા છે અને તેઓ તેને ભારત વિરોધી વિરોધ પ્રદર્શનની તક તરીકે જોઈ રહ્યા છે. ૠ-7 ના વર્તમાન અધ્યક્ષ તરીકે કેનેડા 15 થી 17 જૂન દરમિયાન આલ્બર્ટા પ્રાંતમાં આ જૂથના સંમેલનનું આયોજન કરી રહ્યું છે. શુક્રવારે ફોન પર વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ૠ-7 સમિટમાં હાજરી આપવા માટે કાર્નેનું આમંત્રણ સ્વીકાર્યું.
ખાલિસ્તાની સમર્થકોએ વાનકુવર અને કેનેડાના અન્ય શહેરોમાં રેલીઓ કાઢી હતી, જેમાં તેઓએ ‘મોદીને મારી નાખો’ ના નારા લગાવ્યા હતા અને પીએમ મોદીની હત્યા કરવાની ધમકી આપી હતી. કેનેડિયન તપાસ પત્રકાર મોચા બેઝિર્ગને ખુલાસો કર્યો કે એક રેલી દરમિયાન, ખાલિસ્તાની સમર્થકોએ તેમને ઘેરી લીધા અને ધમકાવ્યા જ્યારે તેઓ એક વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. બેઝિર્ગને અહેવાલ આપ્યો કે પ્રદર્શનકારીઓએ ઇન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ પીએમ મોદીના ‘રાજકારણનો પણ એ જ રીતે અંત લાવશે.’ આ ઉપરાંત, ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય ત્રિરંગાને તલવારથી ફાડી નાખવા અને તેને આગમાં બાળી નાખવા જેવા અપમાનજનક કળત્યો કર્યા. આ ઘટના અગાઉ 19 ઓક્ટોબર, 2024 ના રોજ પણ જોવા મળી હતી, જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ પીએમ મોદીના પૂતળા અને ત્રિરંગાનું અપમાન કર્યું હતું. આ ઘટનાઓએ કેનેડામાં ભારતીય સમુદાયમાં રોષ અને અસુરક્ષાની ભાવના વધારી છે.