-પોલીસે કોઇ કાર્યવાહી ન કરી
ખાલીસ્તાની નેતા નિજજરની હત્યા મામલે ભારત પરના આરોપથી કેનેડા સાથેના તંગ સંબંધો નોર્મલ બનાવવાના પ્રયત્નો વચ્ચે ખાલીસ્તાની સમર્થક એસએફજેના વડા ગુરપતવંતસિંહ પન્નૂએ વધુ એક વખત ભારતને ધમકી આપી છે. ભારત માંગણીઓ નહીં સ્વીકારે તો હમાસ જેવો હુમલો કરવા ચેતવણી આપી છે. ઉપરાંત નિજજરના હત્યા સ્થળે મોદી-જયશંકર વોન્ટેડના પોસ્ટરો લગાવ્યા હતા.
- Advertisement -
કેનેડામાં ભારત વિરોધી ષડયંત્ર જારી હોય તેમ એક ગુરૂદ્વારા પર પોસ્ટર લગાવવામાં આવ્યું છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા વિદેશ મંત્રી જયશંકરને ‘વોન્ટેડ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જોકે ખાલીસ્તાની સંગઠને અગાઉ પણ ભારતીય નેતાઓને વોન્ટેડ દર્શાવતા પોસ્ટ લગાવ્યા હતા. આજે સરી સ્થિત ગુરૂદ્વારા નાનકદેવની બહાર હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. તેમાં વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી જયશંકર તથા ભારતીય રાજદુત સંજયકુમાર વર્માના નામ તથા ફોટા સામેલ છે.
આ પ્રકારના વાંધાજનક પોસ્ટર દ્વારા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટીસની સંડોવણી છે છતાં સતાવાર રીતે કોઇ કહેવાયું નથી.અત્રે ઉલ્લેખનીય છે કે ખાલીસ્તાની નેતા નિજજરની હત્યા જુન મહિનામાં સરીમાં જ થઇ હતી. આ હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હોવાનો કેનેડાના વડાપ્રધાન ટ્રુડોેએ શંકા દર્શાવતું વિધાન કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા.