ગુજરાત પોલીસના ઙજઈં-કછઉના 13,591 પદો માટે શારીરિક કસોટીનો આજથી પ્રારંભ
પુરુષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ પર 13 માર્ચ સુધી કસોટી ચાલશે, મહિલા/માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ પર 6 માર્ચ સુધી કસોટી યોજાશે
- Advertisement -
માત્ર 3થી 4 માઇક્રોસેક્ધડના તફાવતથી દોડ ચૂકી જતાં અનેક યુવતીઓ રડી પડી: મેદાન પર હાજર પોલીસ સ્ટાફે ‘મોટિવેટર’ બની ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પોલીસ દળમાં ઙજઈં અને કછઉની 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. 10 લાખથી વધુ યુવાનોમાં જેમનો શારીરિક કસોટી માટે પ્રથમ દિવસે નંબર આવ્યો હોય તેવા રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ’કહી ખુશી કહી ગમ’ જેવો માહોલ જોવા મળ્યો હતો. આવી જ કરુણતા મીનાબેન કનેરિયાના કિસ્સામાં જોવા મળી હતી, જેઓ પોતાના બે વર્ષના માસૂમ બાળક સાથે પરીક્ષા આપવા આવ્યા હતા. 4 સેક્ધડના વિલંબને કારણે તેઓ અસફળ રહ્યા હતા, જોકે તેમના પરિવારે તેમને આશ્વાસન આપી ફરીથી લડવાની હિંમત પૂરી પાડી હતી.
શારીરિક કસોટીમાં ઉમેદવારોનો આત્મવિશ્વાસ પણ પરાકાષ્ઠાએ જોવા મળ્યો હતો. આણંદથી આવેલા અંજનાબેન ઠાકોરે પ્રવાસ દરમિયાન સતત ઉલ્ટીઓ અને બીમારીને કારણે અશક્ત હોવા છતાં ગ્રાઉન્ડ પર ઉતરીને સફળતાપૂર્વક દોડ પૂર્ણ કરી હતી. બીજી તરફ, રાજકોટમાં એક મહિલા ઉમેદવારનો પગ મચકોડાઈ જવા છતાં તેમણે પ્રયાસ ચાલુ રાખ્યો હતો, બાદમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
આજે વહેલી સવારથી જ ઉમેદવારો ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા. અનેક મહિલાઓએ સંઘર્ષ અને મક્કમ મનોબળ સાથે દોડ પૂર્ણ કરી હતી. જ્યારે અમુક મહિલાઓ માત્ર અમુક માઈક્રોસેકેન્ડથી રહી જતાં હતાશ થઈને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. જો કે, અમુક મહિલાઓએ હિંમત અને મજબૂત મનોબળ સાથે ફરી પરીક્ષા આપવાની તૈયારી બતાવી હતી. પુરુષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ પર 13 માર્ચ સુધી કસોટી ચાલશે જ્યારે મહિલા/માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ પર 6 માર્ચ સુધી કસોટી યોજાશે. ગ્રાઉન્ડ પર તૈનાત પોલીસ અધિકારીઓ અને સ્ટાફે માત્ર કડક શિસ્ત જ નહીં, પરંતુ માનવીય અભિગમ પણ દાખવ્યો હતો. અંતિમ મીટરોમાં હાંફી રહેલા ઉમેદવારોને પોલીસ જવાનો ’દોડો… તમે કરી શકો છો’ કહી પ્રોત્સાહન પૂરું પાડતા જોવા મળ્યા હતા. આ હૂંફને કારણે અનેક યુવાનો અંતિમ ક્ષણે હિંમત ભેગી કરી લક્ષ્ય સુધી પહોંચી શક્યા હતા.
- Advertisement -
ગયા વખતે 1 સેક્ધડ માટે રહી જતા સંકલ્પ કર્યો હતો આ વખતે પાસ: મનીષા જારીયા
ટંકારાના ખેડૂત પિતા દેવદાનભાઈ જારીયા પોતાની દીકરીની સફળતા માટે આશાવાદી હતા. તેમની છ દીકરીઓમાંથી એક દીકરી જ્યારે મેદાનમાં દોડતી હતી ત્યારે પિતાની આંખોમાં આશાના કિરણો હતા. જ્યારે મનીષાબેન ગયા વખતે માત્ર 1 સેક્ધડ માટે રહી ગયા હતા. તેમણે તે જ ગ્રાઉન્ડ પર શપથ લીધા હતા કે આ વખતે પાસ થઈને જ રહેશે. અને આજે 9 મિનિટ અને 6 સેક્ધડમાં દોડ પૂરી કરી તેમણે પોતાનો સંકલ્પ પૂરો કર્યો હતો.



